Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના વધુ ઘાતક બન્યો : ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૫૦૭ના મોત…

વધુ ૧૮,૬૫૩ પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો ૫,૮૫,૪૯૩એ પહોંચ્યો…

અત્યાર સુધીમાં ૧૭,૪૦૦ લોકોએ વાયરસથી જીવ ગુમાવ્યાં, છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૧૫૬ લોકો સાજા થયા,જૂન મહિનામાં દેશમાં ૪ લાખથી વધારે કોરોના કેસ નોંધાયા, ૧૨,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો,અત્યાર સુધી ૮૮ લાખ ૨૬ હજાર ૫૮૫ સેમ્પલની તપાસ કરાઈ,ગોવામાં ભાજપના એક ધારાસભ્યને કોરોના પોઝીટીવ…

ન્યુ દિલ્હી : અનલોક-૧ના છેલ્લાં દિવસે ગઇકાલે ૩૦ જૂનના રોજ કોરોનાના ૧૮ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. અને વધુ ૫૦૭ લોકોના મોત થયા હતા. જે સૌથી વધારે છે. ૧, જૂનથી અનલોક-૧માં લોકડાઉનમાં પહેલીવાર છૂટછાટો અપાતાં કેસોમાં સતત વધારો નોંધાયો હતો. અને જૂનમાં જ કેસોની સંખ્યા ૫ લાખ પર પહોંચી હતી. જે હવે ૬ લાખની નજીક પહોંચવામાં છે. ૧ જુલાઇથી અનલોક-૨માં વધુ છૂટછાટો અપાતાં લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નિકળશે કે રહેશે તો સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઇકાલે અનલોક-૧ના છેલ્લાં દિવસે કરેલા સંબોધનમાં લોકોની બેદરકારી પ્રત્યે ભારે ચિંતા વ્યક્ત કરી હતી અને હવે જ્યારે વધારે તકેદારી રાખવાની છે ત્યારે લોકો લાપરવાહ બની રહ્યાં હોવાની નોંધ ખુદ વડાપ્રધાનને પણ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં લેવી પડી હતી. અને કોરોનાથી બચવાના નિયમોનું કડક પાલન કરવાવવા તમામ સત્તાવાળાઓને તાકીદ કરી હતી. તો બીજી તરફ જ્યાં સૌથી વધુ સંક્રમણના કેસો છે તે મુંબઇમાં આ વર્ષે ગણેશચતુર્થીએ પ્રખ્યાત લાલબાગચા રાજા ગણેશજીની સ્થાપના અને મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લોવામાં આવ્યો છે. દેશમાં સતત બીજા દિવસે જો કે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને રિકવરી રેટ વધીને ૫૯.૦૬ ટકા થયો છે. પોઝિટિવિટી રેટ ૮.૮૦ ટકા થયો છે.
આજે જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૫ લાખ ૮૫ હજાર ૭૯૨ થઈ ગઈ છે. ર્ષ્ઠદૃૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠર્.ખ્તિ વેબસાઈટ પ્રમાણે, ગઇકાલે મંગળવારે સમગ્ર દેશમાંથી ૧૮ હજાર ૨૫૬ કેસ સામે આવ્યા હતા. તો તેની સામે ૧૨ હજાર ૬૫૬ દર્દીઓ સાજા પણ થયા હતા. આ દરમિયાન ૫૦૬ લોકોના મોત થયા હતા. તો આ તરફ મુંબઈમાં કોરોના સંક્રમણના કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને આ વખતે ઘણા ગણેશ મંડળે ગણેશ ઉત્સવની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. લાલબાગના રાજા ગણેશોત્સવ મંડળે નક્કી કર્યું છે કે આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરે. પંડાલમાં ૧૧ દિવસ બ્લડ અને પ્લાઝ્‌મા ડોનેશન કેમ્પ લગાડવામાં આવશે. આ વર્ષે ગણેશ ઉત્સવ ૨૨ ઓગસ્ટે શરૂ થશે. મુંબઇની જેમ ગુજરાત અને અન્યત્ર પણ આ વખતે કોરોનાને લીધે સાર્વજનિક ગણેશ ઉત્સવ નહીં યોજવાનો મત વ્યક્ત થઇ રહ્યો છે.
દરમ્યાન, ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર) સંસ્થાએ આજે બુધવારે જણાવ્યું કે, ૩૦ જૂને દેશમાં વધુ ૨ લાખ ૧૭ હજાર ૯૩૧ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૮૮ લાખ ૨૬ હજાર ૫૮૫ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
દેશમાં કોરોના વાયરસની મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત શહેરમાં મુંબઈ મોખરે છે. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ ગણેશ મંડળોને આદેશ આપ્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં ન આવે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગણપતિની મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટથી વધારે ન હોવી જોઈએ.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે,એક ભાજપ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ઈજીૈં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાતે લગભગ ૧૧.૩૦ વાગ્યે આરોગ્ય સેતુ એપમાં ટેકનીકલ ખામી જોવા મળી હતી. એપ તરફથી ટિ્‌વટ કરીને માહિતી આપવામાં હતી જેમાં કહ્યું હતું કે, ઘણા યુઝર્સને લોગઈનમાં મુશ્કેલી આવી રહી છે. જો કે, રાતે ૧૨.૧૦ વાગ્યે એપ ફરી ચાલુ થઈ હતી.
બીજી તરફ, ટીવી સીરિયલ ઇશ્કબાજ ફેમ અભિનેત્રી અદિતી ગુપ્તામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. અને તે પોતે હોમ ક્વોરોન્ટાઇન થઇ ગઇ હોવાના અહેવાલ છે. આ પહેલા કરણ જોહરના ઘરના સ્ટાફ અને બોની કપૂરના ઘરમાં કામ કરનારા સ્ટાફ કોરોના પોઝિટિવ મળ્યા હતા.
બિહારમાં મંગળવારે ૩૭૦ કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે વધીને ૯,૯૮૮ થઈ ગઈ છે. એક દિવસમાં ૫ લોકોના મોત પણ થયા છે. આ પહેલા સોમવારે સાંજે એક લગ્નમાં જોડાયેલા ૧૦૮ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. લગ્નમાં સામેલ ૩૭૫ લોકોનું સેમ્પલ લેવાયા હતા.
ઉત્તરપ્રદેશમાં મંગળવારે ૬૬૪ નવા દર્દી સામે આવ્યા અને ૨૫ લોકોના મોત થયા હતા. સૌથી વધુ ૧૨૫ સંક્રમિત ગાઝિયાબાદથી મળ્યા હતા. ગૌતમબુદ્ધનગર(નોઈડામાં)૯૬, લખનઉમાં ૨૯ અને કાનપુરમાં ૧૮ કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી ૨૩, ૪૯૨ લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે
દરમિયાન અમેરિકાની બાયોટેક ફર્મ ઇનોવિયોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ વેક્સિનનાં પરીક્ષણ દરમિયાન ઉત્સાહજનક પરિણામ જોવા મળ્યા છે. ફર્મે દાવો કર્યો કે INO-4800 નામની વેક્સિન ૪૦ લોકો પર કરવામાં આવેલા ટ્રાયલ દરમિયાન ૯૪ ટકા સફળ રહી છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અમેરિકામાં ૧૮થી ૫૦ વર્ષની ઉંમરનાં ૪૦ લોકોને રસીનાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં.

Related posts

યોગી આદિત્યનાથનો આદેશ : ગુજરાતથી તરત મગાવો ૨૫૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શન

Charotar Sandesh

કોરોના મહાસંક્ટ : ૨૪ કલાકમાં અધધ ૬૫ હજાર નવા કેસો ઉમેરાયા, ૮૭૫ના મોત…

Charotar Sandesh

સરકાર સંશોધન માટે તૈયાર, એનો મતલબ કૃષિ કાયદામાં કમી નહિ : તોમર

Charotar Sandesh