Charotar Sandesh
વર્લ્ડ

કોરોના વાયરસઃ ન્યૂયોર્કમાં ગવર્નરે ઈમરજન્સી જાહેર કરી…

અમેરિકામાં અત્યાર સુધી ૧૯ લોકોના મોત…

USA : અમેરિકામાં કોરોના વાયરસને કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ કુઓમોએ કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા શનિવારે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી દીધી છે. ન્યૂ રોશેલમાં કોરોના વાયરસના ૨૩ નવા મામલા સામે આવ્યા, જે બાદ વેસ્ટ ચેસ્ટર કાઉન્ટીમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૫૭ સુધી પહોંચી ગઈ છે.

ગવર્નર કુઓમોએ જાણકારી આપી કે કોરોનાથી સંક્રમિત મામલા હવે આખા દેશમાં ૭૬ થઈ ગયા છે અને આ આંકડો પાછલા કેટલાક દિવસોથી સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, રોકવે અને સારટોગા કાઉન્ટીમાં પણ નવા મામલા હતા. આ લોકો ન્યૂ રોશેલના તે વકીલના સંપર્કમાં હતા જે આ વાયરસના પહેલા રિપોર્ટ કરાયેલા મામલામાંથી એક હતો. કોરોના અત્યાર સુધીમાં ૭૦ દેશોમાં ફેલાયો છે. જ્યારે અમેરિકામાં મોતનો આંકડો ૧૯ સુધી પહોંચી ગયો છે.

ગવર્નરે વાયરસ પર પોતાના ડેઈલી અપડેટમાં કહ્યું, ન્યૂ રોશેલમાં સ્થિતિ સારી નથી. જેવું અમે જોયું છે સંખ્યા વધી રહી છે. આ વાયરસના એકથી બે મામલા, બેથી ચાર, પછી ૧૨ અને સંખ્યા ૨૦૦, ૪૦૦ અને ૮૦૦ સુધી જઈ શકે છે. આપણે તેના પર કાબૂ મેળવવો પડશે.

ગવર્નરે કહ્યું કે, ન્યૂયોર્ક શહેરમાં મામલાની સંખ્યા ૫થી ૧૧ સુધી બમણી થઈ ગઈ. તેમણે કહ્યું ઈમરજન્સીની સ્થિતિ રાજ્યને વધારે કર્મચારીઓ નિયુક્ત કરવાની અનુમતિ આપે છે કારણ કે સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ આ વાયરસથી સંક્રમિત લોકોની વધતી સંખ્યાથી પરેશાન છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકા-ચીન ટ્રેડવાર ઇફેક્ટઃ રિલાયન્સે ૭૦ હજાર કરોડ ગુમાવ્યા..!!

Charotar Sandesh

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મહાભિયોગ પ્રસ્તાવ અંગે તત્કાલ સુનાવણીની માંગ કરી…

Charotar Sandesh

અમેરીકાના ન્યુજર્સી સ્ટેટના ગાર્ફીલ્ડ શહેર સ્થિત શિવશક્તિ સેન્ટરમાં ભક્તિભાવ પૂર્વક નવરાત્રી ઉત્સવની ઉજવણી…

Charotar Sandesh