Charotar Sandesh
વર્લ્ડ

કોરોના વાયરસ : ચીનમાં અત્યાર સુધી ૫૬૩ લોકોના મોત…

કેરળમાં ૧૫૩ અને દિલ્હીમાં કોરોના વાયરસના ૫ નવા શંકાસ્પદ દર્દી મળ્યા…

અત્યાર સુધી ૨૭ હજારથી વધુ લોકોને ઈન્ફેક્શન, હુબેઇમાં વધુ ૭૦ના મોત…

ન્યુ દિલ્હી : ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. કેરળમાં બુધવારે કોરોના વાઈરસના ૧૫૩ શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી ૧૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ ૫ નવા કોરોના વાઈરસના શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. ચીનમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી કુલ ૫૬૩ લોકોના મોત થયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીનમાં અત્યાર સુધી ૨૭,૩૭૮ લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. ચીનની બહાર હોંગકોંગ અને પેલેસ્ટાઈનમાં પણ ૧-૧ યુવકનું મોત થયું છે. ચીન વિદેશ મંત્રાલય પ્રમાણે ૨૧ દેશોમાંથી બેઈજિંગમાં ફેલાયેલી મહામારીને રોકવા અને નિયંત્રણમાં લેવા માટે ડોનેશન મળ્યું છે.

સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. ડબલ્યુએચઓ આ વૈશ્વિક મહામારીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હજી સુધી કોરોના વાઈરસની કોઈ દવા શોધાઈ નથી. અમુક સ્વાસ્થય સંગઠન તે વિશે રિસર્ચ કરી રહ્યા છે. એચઆઈવી અને અન્ય અન્ટીવાઈરલ દવાઓના મિશ્રણથી અમુક સકારાત્મક પરિણામો આવી રહ્યા છે.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે તાજેતરમાં ચીનની યાત્રા કરીને આવેલા અન્ય દેશના યાત્રીઓને તેમના ત્યાં આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. વિયતનામે પણ ચીનથી આવતી-જતી દરેક ફ્લાઈટ રદ કરી છે.

Related posts

કોરોનાનો એક કેસ મળતાં આ દેશે સમગ્ર દેશમાં લોકડાઉનની કરી જાહેરાત

Charotar Sandesh

પીએમની ખુરશીમાં કોણ આગળ લિઝ ટ્રસ કે ઋષિ સુનક : બ્રિટનને આ મહિનામાં નવા પ્રધાનમંત્રી મળશે

Charotar Sandesh

US પ્રમુખ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી, જુઓ તસ્વીરો

Charotar Sandesh