Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી…

આજથી સમગ્ર દેશમાં વેક્સીનનો ડ્રાઈ રન શરુ થશે…

ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલ વિશેષ પેનલે આ વિશે નિર્ણય કર્યો…

ન્યુ દિલ્હી :નવા વર્ષની શરૂઆત સાથે જ સવાસો કરોડ ભારતીયોને મોટી ભેટ મળી છે. કોરોના વેક્સીનને લઈને આજે નિષ્ણાંતોની બનેલી એક ટીમે કોરોનાની પહેલી જ વેક્સીનની મંજુરી આપી દીધી છે. દેશમાં જ બનેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડને ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી દેવામાં આવી છે. આવતી કાલે એટલે કે ૨ જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં વેક્સીન ડ્રાઈ રન કરવામાં આવેલ છે.
જોકે સરકારના ટોચના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડને સબ્જેક્ટ એક્સપર્ટની કમિટી દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ આ મામલે અંતિમ નિર્ણય DCGI દ્વારા અંતિમ નિર્ણય લેવાનો હજી બાકી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં અમેરિકાની ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ એમ ત્રણેય ફાર્મા કંપનીઓએ એક પછી એક પોતાનું પ્રેઝંટેશન આપ્યું હતું. આ બેઠકમાં ગુજરાતની ડાયડસ કેડિલા પણ શામેલ થઈ હતી. સીરમ ઈન્સ્ટિટ્યૂટનું પ્રેઝંટેશન એકદમ સટીક રહ્યું હતું. આ સાથે જ સીરમની કોરોનાની વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપી દેવામાં આવી છે.
જોકે સીરમ બાદ હૈદરાબાદ ખાતે આવેલી ભારત બાયોટેક ફાર્મા કંપની દ્વારા કોરોના વેક્સીનનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. અંતમાં અમેરિકાની દિગ્ગજ ફાર્મા કંપની ફાઈઝરનું પ્રેઝન્ટેશન રહેશે.
જાહેર છે કે, અત્યાર સુધીમાં કોરોનાની રસી માટેની બે બેઠકો થઈ ચુકી છે. આ બેઠકોમાં વેક્સીન કંપનીઓ પાસેથી વધારે પ્રમાણમાં ડેટાની માંગણી કરવામાં આવી હતી. આજે યોજાયેલી સબ્જેક્ટ કમિટીની બીજી બેઠકમાં આખરે સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપી દેવામાં આવી હતી. આમ કોવિશીલ્ડ ભારતની પહેલી કોરોના રસી બની ગઈ છે જેને ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે.
ભારતમાં ખુણે ખુણે સુધી કોરોનાની વેક્સીનને પહોંચાડવાની બ્લ્યૂ પ્રિંટ મોદી સરકાર દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે. આવતી કાલથી દેશભરમાં સૌથી મોટું વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવશે. આવતી કાલથી ભારતમાં ડ્રાઈ રનની શરૂઆત થવા જઈ રહી છે. ભારત સરકારનું આ મેગા અભિયાન દુનિયા આખીને ચોંકાવશે તેમ માનવામાં આવે છે.

Related posts

કૃષિ બિલ લાવીને સરકારે ખેડૂતોના હૃદય પર ચપ્પુનો ઘા કર્યો છેઃ રાહુલ ગાંધી

Charotar Sandesh

તારીખ પે..તારીખ…તારીખ પે તારીખ… ત્રણ માર્ચે ખરેખર ફાંસી અપાશે ખરી..!?

Charotar Sandesh

લોકોમાં ડર, અફરાતફરીનો માહોલ કોરોના કરતાં પણ વધુ ખતરનાક : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh