Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટ : ભારતમાં ૩૧ જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ…

ન્યુ દિલ્હી : દેશમાં સતત વધતા કોરોના સંક્રમણના કેસના કારણે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર લાગેલા પ્રતિબંધને ૩૧ જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આદેશમાં કહ્યું હતું કે ૧૫ જુલાઇ સુધી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સના અવરજવર પર મંજૂરી નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)એ ગત શુક્રવારે કહ્યું હતું કે તેઓ દેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ્‌સને રદ ૧૫ જુલાઇ સુધી વધારી રહ્યાં છે પરંતુ પસંદગીના માર્ગો પર કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓની પરવાનગી સ્થિતિના આધાર પર આપી શકાય છે.
સરકારે આજે (૩ જુલાઇ) એક સર્ક્યુલર જાહેર કર્યું છે કે, ૨૬ જુનના આદેશમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર ૧૫ જુલાઇ સુધી પ્રતિબંધ લાગ્યો હતો તેને વધારી ૩૧ જુલાઇ સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતથી આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક યાત્રી સેવાઓને ૩૧ જુલાઈ ૨૦૨૦ના રાત્રીના ૧૧.૫૯ વાગ્યા સુધી રદ કરવામાં આવી છે.
સર્ક્યૂલરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન્સ અને ડ્ઢય્ઝ્રછ દ્વારા પરવાનગી પ્રાપ્ત ફ્લાઇટ્‌સ પર લાગુ નહીં થાય.

Related posts

દેશમાં કોરોનાના કહેર યથાવત્‌ : કુલ ૧૦ના મોત, ૫૦૮ સંક્રમિત…

Charotar Sandesh

પતિ સગીર વયનો હોય તો પુખ્ત વયની પત્નીની સાથે રહી ન શકે : અલ્હાબાદ હાઇકોર્ટ

Charotar Sandesh

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માત : ૧૦ લોકોના મોત…

Charotar Sandesh