Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટ : ૧૫૦૦૦ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે…

જમ્મૂ : આજથી ૧૫૦૦૦ શ્રદ્ધાળુઓને વૈષ્ણોદેવી મંદિરમાં દરરોજ દર્શન કરવાની અનુમતિ મળશે. જમ્મુ-કાશ્મીર તંત્ર દ્વારા શુક્રવારે આ જાણકારી આપવામાં આવી. કોરોના મહામારીના કારણે અગાઉ સાત હજાર શ્રદ્ધાળુઓને જ દર્શન કરવાની અનુમતિ હતી. જો કે, પ્રતિબંધોને લઈને ગાઈડલાઈન ૩૦ નવેમ્બર સુધી લાગુ રહેશે.
શ્રાઈન બોર્ડે કોરોના પ્રકોપ્ના લીધે લગભગ પાંચ મહિના પછી ૧૬ ઓગસ્ટે ત્રિકુટા પહાડીઓ પર આવેલા મંદિરને ફરી ખોલ્યું હતું. શરૂઆતમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રાના પ્રથમ સપ્તાહે દરરોજ ૨ હજાર ભક્તોને યાત્રાની પરમિશ આપી હતી. તેમાં બહારના ૧૦૦ ભક્તોને અનુમતિ અપાઈ હતી.
અધિકારીઓએ કહ્યું કે યાત્રા માટે ભીડથી બચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરવામાં આવશે. તીર્થયાત્રાઓ માટે અર્થકુંવારી, કટરા અને જમ્મુમાં રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. અન્ય સુવિધાઓ જેમકે બેટરીથી ચાલતા વાહનો, પેસેન્જર રોપવે અને હેલિકોપ્ટર સેવાઓ પણ સામાજિક અંતરના માપદંડો અને અન્ય સાવધાનીના પગલાનું કડકાઈથી પાલન કરીને યોગ્ય રીતે જારી રહેશે.

Related posts

કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૨નું બજેટમાં ખેડુતો માટે મોટી જાહેરાત થઈ શકે

Charotar Sandesh

વર્ષ ૨૦૨૧માં પહેલીવાર જનગણના માટે મોબાઇલ એપનો ઉપયોગ કરાશે

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જેશ-એ-મોહમ્મદના બે આતંકીઓ ઝડપાયા…

Charotar Sandesh