Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટ : ૨૪ કલાકમાં ૮૩ના મોત, ૨૬૪૪ નવા પોઝિટિવ કેસ…

કોરોના વોરિયર્સના સન્માનમાં સેનાની ત્રણેયની પાંખ દ્વારા સલામી અપાઇ…

દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો ૪૦ હજારને પાર, મૃત્યુઆંક વધીને ૧૩૦૦ને પારઃ રાહતના સમાચાર : રિક્વરી રેટ વધીને ૨૬.૬૫ ટકા થયો, ટેસ્ટનો આંકડો ૧૦ લાખને પાર, ૧૦ હજારથી વધુ દર્દી સાજા થયા…

ન્યુ દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને રોકવા સમગ્ર ભારત આજથી લોકડાઉન-૩માં પ્રવેશી ગયું છે. ૧૭મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે તેમ છતાં દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન વિક્રમજનક રીતે ૮૩ લોકો કોરોનાથી માર્યા ગયા છે. બીજી તરફ કોરોનાને હરાવવા લડી રહેલાં કોરોના વોરિયર્સ જેમ કે ડોક્ટરો-નર્સો અને અન્ય પેરામેડિકલ સ્ટાફના સન્માન માટે દેસના એરફોર્સ દ્વારા કોરોના હોસ્પટલ પર હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના જામ અને જુસ્સાને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના કુલ મામલા ૩૯૯૮૦ થઈ ગયા છે, જેમાં ૨૮૦૪૬ એક્ટવ કેસ, ૧૩૦૧ લોકોના મોત અને ૧૦૬૩૨ લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે, રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ મમાહિતી આવી છે, ગત ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૨૬૪૪ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને સંક્રમણના કારમે ૮૩ લોકોના મોત થયાં છે. આ એક દિવસમાં સામે આવનાર કેસોમાંનો સૌથી વધુ આંકડો છે

ભારતમાં કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટÙ અને ગુજરાત સૌથી આગળ છે. મહારાષ્ટÙમાં આ મહામારીથી પીડિતોની સંખ્યા ૧૧૦૫૬ છે. મહારાષ્ટÙમાં કોરોના વાયરસના સૌથી વધુ ૪૮૫ લોકોના મોત થયાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના ૪૭૨૧ મામલા સામે આવ્યા છે અને ૨૩૬ લોકોના મોત થયાં છે. જે બાદ દિલ્હીમાં ૩૭૩૮, મધ્ય પ્રદેશમાં ૨૭૧૯, રાજસ્થાનમાં ૨૬૬૬ અને તમિલનાડુમાં ૨૫૨૬ મામલા સામે આવ્યા છે.

દિલ્હીમાં સીઆરપીએફના વડમથક પર એક ડ્રાઈવરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ આ કાર્યાલયને સીલ કરવામાં આવ્યુ છે. અહીં ૪૦ અધિકારીને હોમ ક્વોરન્ટન થવા માટે કહેવામાં આવ્યું છે. આ પૈકી એક સ્પેશ્યલ ડાયરેક્ટર જનરલ રેન્જના અધિકારી તથા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલનો સમાવેશ થાય છે.

બીજી બાજુ કોરોનાની તપાસમાં વધારે ગતિ આવી છે. RT-PCR કિટથીથી દરરોજ આશરે ૭૦ ટેસ્ટ કરવામાં આવે છે. શનિવાર સાંજ સુધીમાં ટેસ્ટનો આંકડો ૧૦ લાખને પાર થઈ ગયો છે. તેમા ૭૩ હજાર ૭૦૯ શુક્રવાર સવારે ૯ વાગ્યા બાદ કરવામાં આવ્યા. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૩૧ માર્ચ સુધીમાં ૪૭ હજાર ૮૫૨ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ૩૦ એપ્રિલ સુધીમાં આ સંખ્યા ૯ લાખ ૨ હજાર ૬૫૪ થઈ ગઈ છે. ૧ મેથી ૩ મેના સાંજ સુધીમાં આ આંકડો ૧ લાખ ૩૭ હજાર ૩૪૬ પહોંચી ગઈ છે.ઇ્‌-ઁઝ્રઇ કિટમાં કોરોનાની તપાસ સ્વાબથી કરવામાં આવે છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૯ હજાર ૮૭૮ થઈ ગઈ છે. શનિવારે ૨૪૩૭ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મહારાષ્ટમાં ૭૯૦, દિલ્હીમાં ૩૮૪, ગુજરાતમાં ૩૩૩, ઉત્તર પ્રદેશમાં ૧૫૯, પંતાબમાં ૧૮૭, રાજસ્થાનમાં ૧૦૬, મધ્ય પ્રદેશમાં ૭૩ દર્દી વધ્યા. તેના એક દિવસ અગાઉ દેશમાં સંક્રમણના ૨૪૧૧ કેસ સામે આવ્યા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં ૩૭ હજાર ૭૭૬ કોરોના સંક્રમિત છે. ૨૬ હજાર ૫૩૫ દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. ૧૦ હજાર ૧૮ લોકોને સારું થઈ ગયું છે અને ૧૨૨૩ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે ૧૦૬૧ લોકોને હોÂસ્પટલમાંથી રજા મળી છે. રિકવરી રેટ વધીને ૨૬.૬૫ ટકા થયો છે

કોરોના વોરિયર્સને સલામ આપવા આજે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના જવાનો મળી કોરોના વોરિયર્સને સલામ કરી રહ્યા છે. જે અંતર્ગત ભારતીય સેનાના બેન્ડ ટૂકડીએ વિવિધ કોવિડ હોÂસ્પટલોમાં વિશેષ ધૂન વગાડી, હેલિકોપ્ટર દ્વારા ફુલ વરસાવી કોરોના વોરિયર્સને સેલ્યૂટ કરવામાં આવ્યું હતું.

સૌથી પહેલા રાજધાની દિલ્હીમાં આવેલ પોલીસ વાર મેમોરિયલ પર સલામી આપવામા આવી હતી.. આ દરમિયાન પોલીસકર્મીઓનો આભાર પ્રકટ કરવા માટે વાયુસેનાના હેલીકોપ્ટરથી ફુલ વરસાવ્યા. જે બાદ રાજપથ પર વાયુસેનાના વિમાનોએ ફ્લાઈપાસ્ટ કરી હતી. . જ્યારે બીજી તરફ સવારે જેવા જ ૧૦ વાગ્યા ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાના હેલીકોપ્ટર કોવિડ હોસ્પટલો ઉપર પહોંચી ગયાં હતા. આ દરમિયાન તેમણે ફુલ વરસાવી ડાક્ટર અને મેડિકલ સ્ટાફને સલામ આપી હતી, આ નજારાને જાવો આખો મેડિકલ સ્ટાફ પરિસરમાં આવી ગયો અને તાળીઓ વગાડી તેમનુ્‌ં અભિવાદન સ્વીકાર્યું. જ્યારે ભારતીય સેનાના સ્પેશિયલ બેન્ડે કોવિડ હોસ્પટલમાં ખાસ ધુન વગાડી કોરોના વોરિયર્સને સલામ કરી. આ ઉપરાંત અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, હૈદરાબાદ વગેરે શહેરોમાં પણ આવો નજારો જાવા મળ્યો હતો.

Related posts

મેં તમાકુ નહીં પરંતુ એલચીની જાહેરાત કરી છેઃ અજય દેવગણ

Charotar Sandesh

શ્રીનગરમાં આતંકવાદીએ બસ ઉપર હુમલો કર્યો : ૩ પોલીસકર્મી શહીદ થયા

Charotar Sandesh

જનતાએ સમજવું જોઈએ હાલ ઓક્સિજનની અછત છે : નીતિન ગડકરી

Charotar Sandesh