Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંક્ટ યથાવતઃ ૨૪ કલાકમાં ૨૮,૪૯૮ નવા કેસ : આ શહેરોમાં શરૂ થઇ ગયું ફરીથી લોકડાઉન…

ભારતમાં કોરોનાના કેસ ૯ લાખને પાર, કોરોના રિકવરી રેટ ૬૩.૦૨% થયો…

નવી દિલ્હી : વૈશ્વિક સ્તર પર કોરોના મહામારીની સ્થિતિ બગડી રહી હોવાના વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી વચ્ચે સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધતાં, વાઇરસના સંક્રમણને રોકવા કેટલાક શહેરોમાં આંશિક લોકડાઉન અમલમાં છે ત્યારે અનલોક-૨ના ૧૩મા દિવસે સોમવારે કોરોનાના કેસો ૨૮ હજારની ઉપર નોંધાયા છે. અને તે સાથે જ કેસોની સંખ્યા ૯ લાખને પાર કરી ગઇ છે. જો આ જ રીતે કેસો વધશે તે આગામી ૩ જ દિવસમાં કેસોની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચી શકે તેમ છે. આજે સવારે છેલ્લાં ૨૪ કલાકમાં નોંધાયેલા કેસોના આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે નવા ૨૮,૪૯૮ કેસો સામે આવ્યાં હતા. જો કે તે સોમવાર કરતાં ઓછા છે. પરંતુ કેસો હવે ૨૮ હજારની આસપાસ આવી રહ્યાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ જ સમયગાફ્રામાં વધુ ૫૪૦ લોકોના મોત થયા છે. અને વધુ ૧૮ હજાર જેટલા દર્દીઓ સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. તો બીજી તરફ ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૩.૦૨ ટકા સુધી પહોંચી ગયો છે. જેને ેક સારી બાબત તરીકે જોવામાં આવી રહ્યું છે. ૨૧ રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી છે અને હવે ૧૦ લાખ વસ્તી પૈકી ૮,૫૫૫ લોકોની તપાસ થાય છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સોમવારે ૯ લાખને વટાવી ગઈ છે. ર્ષ્ઠદૃૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠર્.ખ્તિના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં ૯ લાખ ૭ હજાર ૬૪૫ લોકો કોરોના પોઝિટિવ છે. જોકે ૫ લાખ ૭૨ હજાર ૭૫૩ લોકો સાજા પણ થયા છે. જ્યારે ૩ લાખ ૧૦ હજાર ૩૭૭ લોકોની સારવાર ચાલી રહી છે. વધુ ૫૪૦ના મોત સાથે કુલ ૨૩ હજાર ૭૨૭ લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૬૦૯૨૪ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૪૮૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૨૭૯૮ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૨૦૩૨ લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૧૩૭૪૦ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૭૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.

મધ્યપ્રદેશમાં ૩૧ જુલાઈ સુધી દર રવિવારે લોકડાઉન કરવાના નિર્ણય પછી હવે સ્થાનિક પ્રશાસન પણ શહેરો અને જિલ્લામાં ફરી લોકડાઉન કરવા તરફ વધી રહ્યું છે. ગ્વાલિયરમાં ક્રાઈસિસ મેનેજમેન્ટની બેઠકમાં તમામ સભ્યોએ શહેરમાં ૭થી ૧૦ દિવસ સુધી ટોટલ લોકડાઉન કરવા પર સહમતિ વ્યક્ત કરી છે શિવપુરી કલેકટરે શહેરને ૧૯ જુલાઈ સુધી લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે.

ઉતરપ્રદેશ સરકારે રાજ્યમાં કોરોનાની તપાસ ક્ષમતાને વધારીને ૫૦ હજાર કરવા તંત્રને કહ્યું છે. સોમવારે ૩૬ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં કેજીએમયૂમાં ૪૧૬૦, રામ મનોહર લોહિયા ઈન્સ્ટીટયુટમાં ૨૮૦૮, એએમયૂ અલીગઢમાં ૬૨૦, એસજીપીઆઈમાં ૨૪૨૩, આઈએમએસ બીએચયૂમાં ૧૫૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં સોમવારે ૫૪૪ નવા પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે.. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ લાખથી વધુ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમાંથી અત્યાર સુધીમાં કુલ ૨૪૯૩૬ પોઝિટિવ મળ્યા છે. જ્યારે ૧૮૬૩૦ લોકો રિકવર થયા છે.

આ શહેરોમાં શરૂ થઇ ગયું ફરીથી લોકડાઉન, સાવધાન…

  • દેશમાં કોરોનાના કેસ નવ લાખની ઉપર પહોંચી ચુક્યા છે. દેશના વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ થયું છે. કોરોનાની ચેઈન તોડવાનો આ એક માત્ર ઉપાય હોવાનું માનવામાં આવી રહ્યું છે.
    મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડમાં રાતથી ૧૦ દિવસનું લોકડાઉન શરૂ થઈ ગયું છે. પુણેમાં ૧૪ જુલાઈથી ૨૩ જુલાઈ સુધી લોકડાઉન લાગુ રહેશે.
  • મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક જ દિવસમાં ૧૯૧ કેસ આવતા સાંજે સાત વાગ્યાથી એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે.
  • કર્ણાટકના બેંગલુરુ શહેર અને ગ્રામ્ય સહિત દક્ષિણ કર્ણાટકમાં એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ વસ્તુઓ બંધ રહેશે. નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
  • ઉત્તરપ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં સોમવારથી શુક્રવાર એમ પાંચ દિવસ સુધી અડધા દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. સાંજે ચાર વાગ્યાથી લોકડાઉન અમલી બનશે.
  • દેશના જે પણ શહેરોમાં લોકડાઉન છે ત્યાં હોસ્પિટલ, કરિયાણા, દૂધ, શાકભાજી, દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ મફ્રી રહેશે. તે સિવાય કોઈપણ પ્રકારની વસ્તુઓ કે પરિવહનને મંજૂરી નહીં આપવામાં આવે.

Related posts

મોદી હૈ તો મુમકિન હૈ : સતત ૧૭મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો…

Charotar Sandesh

કોરોના દર્દીએ આત્મહત્યા કરી હશે તો તેમના પરિવારજનોને પણ વળતર મળશે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

ટેકનોલોજીના ગુલામ નહિ મિત્ર બનો : વિદ્યાર્થીઓને મોદી મંત્ર…

Charotar Sandesh