Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંક્ટ વધવાથી ૮૬% ભારતીયોને થઈ રહી છે નોકરી ગુમાવવાની ચિંતા : રિપોર્ટ

લંડન : કોરોના વાયરસના સંક્ટને દૂર કરવા માટે ભારતમાં ત્રીજી વખત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જે ચાલુ મહિનામાં ૧૭મી તારીખે પૂર્ણ થશે. આ બધાની વચ્ચે નોકરી-ધંધો કરતા લોકોની ચિંતા બમણી થઈ રહી છે. લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર તેની ગંભીર અસર પડી રહી છે. વેપાર-ઉદ્યોગને ભારે નુકસાન થવાના ડરે લોકોને પોતાની નોકરી ગુમાવાનો પણ ડર સતાવી રહ્યો છે.

દુનિયાની અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસની ગંભીર અસરો પડી રહી છે. વેપાર-ધંધા જગત પર તેની ખરાબ અસર પડી રહી છે. એવામાં પગાર કાપથી લઈને છટણી પણ શરુ થઈ છે. એક રિસર્ચ પ્રમાણે કોરોના સંકટ વચ્ચે લગભગ ૮૬% લોકોને પોતાની નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.

બ્રિટિશ રિસર્ચ ફર્મ ક્રોસ્બી ટેક્સટર ગ્રુપના એક રિસર્ચ રિપોર્ટ મુજબ આ વાત સામે આવી છે. સર્વે પ્રમાણે કોરોના વાયરસની મહામારીના કારણે લોકોને પોતાની નોકરી અને આજીવિકા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. સર્વેમાં જોડાયેલા ૮૪ ટકા લોકોનું માનવું છે કે કોરોના નામની આ બીમારી હજુ તેના શરુઆતના તબક્કામાં છે અને ઝડપથી વધી રહી છે. બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના લોકોનું માનવું છે કે કોરોના વાયરસની મહામારીની અસર હવે ઓછી થઈ રહી છે. હોંગકોંગના લોકોનું માનવું છે કે કોરોના વાયરસ પહેલાથી જ કાબૂમાં છે.

આ વર્ષે સૌથી વધુ ૮૬% ભારતીયોને પોતાની નોકરી ગુમાવવાની ચિંતા સતાવી રહી છે. તેની સરખામણીમાં બ્રિટન ૩૧%, ઓસ્ટ્રેલિયા માત્ર ૩૩%, અમેરિકા ૪૧% અને હોંગકોંગમાં ૭૧% લોકોને નોકરી ગુમાવવાની ચિંતા સતાવી રહી છે.

બ્રિટિશ રિસર્ચ ફર્મ ક્રોસ્બી ટેક્સટર ગ્રુપે ૨૩ એપ્રિલથી ૨૭ એપ્રિલ વચ્ચે ભારત, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગમાં નોકરીના સંક્ટ પર કેન્દ્રીત આ સર્વે કર્યો હતો. સર્વેમાં જોડાયેલા ભારતના ૮૪% લોકો કોરોના વાયરસ સામે લડવાના મોદી સરકારના પ્રયાસોથી સંતુષ્ટ છે.

મોદી સરકાર જે રીતે કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે, તેમાં સર્વેમાં જોડાયેલા ૮૪% ભારતીયો સંતુષ્ટ છે. તેની સરખામણીમાં અમેરિકામાં માત્ર ૪૩ ટકા, બ્રિટનમાં ૫૬ ટકા, હોંગકોંગમાં ૫૩ ટકા અને ઓસ્ટ્રેલિયામાં ૭૧ ટકા લોકો મહામારી સામે લડવા મામલે સરકારના કામકાજથી સંતુષ્ટ છે.

Related posts

પ્રયાગરાજમાં ઇફકો પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજથી ૨ અધિકારીઓના મોત…

Charotar Sandesh

અસમમાં પૂરથી વિકટ સ્થિતિ : ૧૬ના મોત,૨.૫૩ લાખ લોકો અસરગ્રસ્ત…

Charotar Sandesh

કોરોના સંક્ટ અવિરત : ૨૪ કલાકમાં ૧૫,૧૫૮ કેસ, ૪૨૬ લોકોના મોત…

Charotar Sandesh