Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંક્રમણમાં ઘટાડો, ૨૪ કલાકમાં ૧.૩૧ લાખ નવા કેસ, ૨,૮૮૭ના મોત…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાતા રાહત મળતી દેખાઈ રહી છે. બીજી તરફ કોરોનાના નવા કેસમાં ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસનો આંકડો સતત નીચે આવી રહ્યો છે. જે પ્રમાણે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તે જોતા આગામી અઠવાડિયા સુધીમાં આકડો ૧૦ લાખની અંદર પહોંચી જવાની સંભાવના દેખાઈ રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧,૩૨,૩૬૪ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં વધુ ૨,૭૧૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં ૧,૩૪,૧૫૪ નવા કેસ અને ૨,૮૮૭ દર્દીઓના મોત નોંધાયા હતા.
ભારતમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૨,૦૭,૦૭૧ દર્દીઓ સાજા થયા છે, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૬૫,૯૭,૬૫૫ પર પહોંચી ગઈ છે. જ્યારે સતત સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૧૬,૩૫,૯૯૩ પર પહોંચી ગયો છે.
વધુ ૧.૩૨ લાખ કેસ સાથે દેશમાં કોરોનાના કુલ સંક્રમિત કેસોની સંખ્યા ૨,૮૫,૭૪,૩૫૦ થઈ ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૩,૪૦,૭૦૨ પર પહોંચ્યો છે.
ભારતમાં ૧૬ જાન્યુઆરીના રોજ કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો. જેમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે કુલ ૨૨,૪૧,૦૯,૪૪૮ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ દેશમાં કોરોના ટેસ્ટ માટે કુલ ૩૫,૭૪,૩૩,૮૪૬ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં ગુરુવારે વધુ ૨૦,૭૫,૪૨૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થતા કોરોનાના ફેલાવા પર અંકુશ મેળવી શકાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૩ એપ્રિલના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી.

Related posts

જે કામ ઔરંગઝેબ ન કરી શક્્યો તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છેઃ સંજય નિરૂપમ

Charotar Sandesh

કોરોનાથી થયા ૨ લાખ લોકોના મોત, જવાબદારી શુન્ય – રાહુલ ગાંધી

Charotar Sandesh

૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૫૦૨ પોઝિટિવ કેસ : ૩૨૫ના મોત, કુલ કેસ વધીને ૩,૩૨,૪૨૪ થયા

Charotar Sandesh