Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના સામેની જંગમાં વિરાટ-અનુષ્કાએ મુંબઈ પોલીસને ૫-૫ લાખ રૂપિયા આપ્યા…

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી એકવાર ફરી મદદ માટે આગળ આવ્યો છે. તેણે આ વખતે મુંબઈ પોલીસના કલ્યાણ માટે પત્ની અનુષ્કાની સાથે પોતાનું યોગદાન આપ્યું છે. મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે શનિવારે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ પાંચ-પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું છે.

પોલીસ કમિશનર પરમબીર સિંહે સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો મુંબઈ પોલીસકર્મીઓના કલ્યાણ માટે પાંચ-પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપવા માટે આભાર. તમારૂ યોગદાન કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં મુંબઈ પોલીસની મદદ કરશે. આ પહેલા કોહલી અને અનુષ્કાએ કોવિડ-૧૯ વિરુદ્ધ લડાઈ માટે પ્રધાનમંત્રી કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોષમાં કાન કર્યું હતું, પરંતુ આ રકમનો ખુલાસો કર્યો નથી.

Related posts

આઈસીસી રેંકિંગ જાહેરઃ કોહલી નંબર ૧ અને નંબર ૨ પર રોહિત શર્મા

Charotar Sandesh

ભારતનાં પૂર્વ બેટ્‌સમેન વસીમ ઝાફરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો…

Charotar Sandesh

ટી-૨૦ વર્લ્ડ કપ ટૂર્નામેંટ ૧૭ ઓક્ટોબરથી યૂએઇમાં રમાશે…

Charotar Sandesh