Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના સામે ચેલેન્જઃ વોર્નરે કોહલી અને સ્મિથને પડકાર આપ્યો…

મુંબઈ : ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે કોરોનાવાઇરસ સામે લડી રહેલા ડોકટર્સ અને મેડિકલ સ્ટાફના સમર્થનમાં મંગળવારે મુંડન કરાવ્યું હતું. તેણે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, કોવિડ-૧૯ સામે આખી દુનિયા જંગ લડી રહી છે. ડોકટર અને મેડિકલ સ્ટાફ સતત કામ કરી રહ્યા છે. તેમના સમર્થનમાં મેં મુંડન કરવાનો નિર્ણય લીધો છે. મેં છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરતી વખતે મુંડન કરાવ્યું હતું.

વોર્નરે વીડિયો શેર કરતાની સાથે જ ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને સાથી ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથને આમ કરવાનો પડકાર આપ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાવાઇરસને ૧૧ માર્ચે મહામારી જાહેર કરી હતી.

Related posts

મેસીએ ૭૬૭ મેચ રમવાના ઝેવિયર હર્નાન્ડેઝના રેકોર્ડને તોડયો…

Charotar Sandesh

ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યાએ જાહેર કર્યું પુત્રનું નામ, ગિફ્ટમાં મળી મર્સિડિઝ કાર…

Charotar Sandesh

IPL અધવચ્ચે છોડીને ડેવિડ વોર્નર પરત ફર્યો પોતાને દેશ, રાશિદ થયો ઇમોશનલ

Charotar Sandesh