Charotar Sandesh
વર્લ્ડ

કોરોના સામે લડાઇ માટે સૌથી પહેલાં નેશનલ સપ્લાઇ ચેન કમાન્ડરની નિમણૂંક કરશે…

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બિડેન શપથ લીધા બાદ…

USA : અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતનાર જો બિડેન ૨૦ જાન્યુઆરીએ શપથ લેનાર છે. ત્યારે અત્યારે એક સવાલ બધાને થઇ રહ્યો છે કે રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા બાદ જો બિડેન સૌથી પહેલું કામ શું કરશે? આ સવાલનો જવાબ છે કોરોના સામેની લડાઇ. તેઓ રાષ્ટ્રપતિ પદ પર આવતાની સાથે જ કોરોના સામેની લડાઇને નવી દિશા આપશે, કારણ કે કોરોના વાયરસથી અમેરિકા સૌથી વધારે પીડિત છે.
અમેરિકામાં ત્યાર સુધીમાં કોરોના વાયરસના ૧.૨૮ કરોડ કરતા પણ વધારે દર્દીઓ સામે આવ્યા છે. તો કોરોનાના કારણે ૨.૪૩ લાખ લોકોના મોત થયા છે. આ બધું થવા છતા ડોનાલ્ડ ટ્રમ્પે ના તો પોતે માસ્ક પહેર્યુ કે ના તો લોકો માટે ફરજિયાત કર્યુ.
જેના કારણે દેશના લોકો તો કોરોનાનો ભોગ બન્યા, પરંતુ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ કોરોનાનો ભોગ બન્યા. ત્યારે હવે અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે પદભાર ગ્રહણ કર્યા બાદ તરત જ તો આખા દેશમાં માસ્કને ફરજિયાત કરશે. જેના માટે તેઓ દરેક રાજ્યના ગવર્નરો સાથે વાત કરશે. જો ગવર્નરોએ તેમની વાત ના માની તો મેયરો સાથે વાત કરશે.
જો બિડેને કહ્યું કે તેઓ કોરોના સામે લડાઇ માટે સૌથી પહેલા નેશનલ સપ્લાઇ ચેન કમાન્ડરની નિમણૂંક કરશે. આ સિવાય પાનડેમિક ટેસ્ટિંગ બોર્ડ પણ બનાવશે, જેના માટે બિડેને એક ટીમનું એલાન પણ કર્યુ છે. જેમાં ભારતવંશી મૂર્તિ પણ સામેલ છે. એવી શક્યતા પણ રહેલી છે કે બિડેન પદભાર ગ્રહણ કરે તેના એક દિવસ પહેલા પેરિસ સમજૂતિમાં અમેરિકાની વાપસી માટે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખવામાં આવશે.

  • Nilesh Patel

Related posts

દવાના માધ્યમથી આપણે ચાઇનીઝ વાયરસને નાબૂદ કરીશુ : ટ્રમ્પ

Charotar Sandesh

બ્રિટિશના વડાપ્રધાનની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે દાવેદારી મજબૂત કરી : ચોથા રાઉન્ડમાં પણ જીત મેળવી

Charotar Sandesh

કોરોના વાયરસ રસી પહેલાં આપોઆપ ખત્મ થઇ શકે : WHOના ડાયરેક્ટરનો દાવો…

Charotar Sandesh