Charotar Sandesh
ગુજરાત

કોરોના સામે લડાઈમાં ’ગુજરાત મોડેલ’ નિષ્ફળ : રાહુલ ગાંધી

મૃત્યુદરના આંકડાએ ‘ગુજરાત મોડલ’ની ખોલી પોલ…

ન્યુ દિલ્હી : કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોનાવાયરસનાં પ્રબંધનને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં ભાજપ શાસિત ગુજરાત અને કોંગ્રેસ સહિત સાથી પક્ષો શાસિત રાજ્યો – મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, પુડ્ડુચેરી, ઝારખંડ અને છત્તીસગઢનાં મામલામાં કોવિડ-૧૯ ની મૃત્યુદરની તુલનામાં એક અહેવાલ ટાંક્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્‌વીટમાં કહ્યુ છે કે, ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ દર ૬.૨૫ ટકા છે, જેનાથી ગુજરાત મોડેલની પોલ ખુલી ગઇ છે.

રાહુલ ગાંધીએ મંગળવારે ટ્‌વીટ કરીને ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત અને કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા શાસિત છ રાજ્યોમાં કોરોનાનાં કારણે થયેલા મૃત્યુ દરનાં આંકડા આપતા કહ્યું છે કે આ સાત રાજ્યોમાં ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. જે વડાપ્રધાન મોદીનાં ગુજરાત મોડેલની પોલ ખોલે છે.

આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાનાં ૨૪,૧૦૪ કેસ છે જ્યારે મૃત્યુઆંક ૧,૫૦૦ ને વટાવી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સરેરાશ ૪૦૦ નવા કેસ ગુજરાતમાં આવી રહ્યા છે.

Related posts

આણંદવાસીઓ સાવધાન : જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા, જાણો વિગત

Charotar Sandesh

વકીલ મેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસે ૩૭ TRB જવાનોને કર્યા સસ્પેન્ડ : હપ્તાખોરોમાં ફફડાટ

Charotar Sandesh

પૂરતા પેસેન્જર ન મળતાં ‘તેજસ’ માર્ચ સુધી દર મંગળવારે નહીં દોડે…

Charotar Sandesh