Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોહલી અને તમન્ના પર સટ્ટાને પ્રોત્સાહન આપવાના આરોપ સર ધરપકડ માટે કોર્ટમાં અરજી…

ચેન્નાઇ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓનલાઇન ગેમ્બલિંગને કારણે મોટા વિવાદમાં ફસાયા છે. મદ્રાસ હાઇકોર્ટમાં ભારતીય કેપ્ટનની ધરપકડ કરવા માટે એક અરજી કરવામાં આવી છે. બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી પર સટ્ટાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. જેના કારણે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચેન્નઇના વરિષ્ઠ એડવોકેટ એસ.પી. સૂર્યપ્રકાશમે મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં ઓનલાઇન ગેબલિંગ પર બેન અને ધરપકડ અને તે લોકો પર કેસ દાખલ થવો જોઇએ તેના સંચાલન સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તે સેલિબ્રિટી પર પણ કાનૂની કાર્યવાહી કરવી જોઇએ જે તેની જાહેરાત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગેમ્બલિંગ એક ગુનો છે. તેના કારણે તમિલનાડુમાં યુવાનો આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, કારણ કે ગેબલિંગના કારણે આર્થિક નુકસાન થાય છે.

આ મામલે સુનાવણી ૪ અથવા ૫ ઓગસ્ટના રોજ થઇ શકે છે. અરજીમાં આ પ્રકારની ગેલબિંગની તુલના બ્લૂ વ્હેલ ચેલેંજ સાથે કરવામાં આવી છે. જેના લીધે ઘણા યુવાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અરજીમાં આ ગેબલિંગને સમાજ માટે ખતરો બની ગયો છે. અરજીકર્તાના અનુસાર ’યુવાનોએ આ પ્રકારની ઓનલાઇન ગેબલિંગ ગેમની લત લાગી ગઇ છે, કારણ કે આ ગેમ દ્વારા ઘણા લોકોને કેશ બોનસ આપવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા મોબાઈલ પ્રીમિયર લીગ (એમપીએલ)ની જાહેરાત કરે છે.

તે બન્ને ગેમિંગ પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર છે. એમપીએલના આ સમયે ૩ કરોડ ૫૦ લાખથી વધુ યૂઝર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર ૪૦થી વધુ રમતો છે. આઈપીએલ પહેલા એમપીએલની પાસે છ ક્રિકેટ ગેમ્સ છે, જે યૂઝર્સને વધુ વિકલ્પો આપે છે. આ રીતની ઓનલાઈન ગેમ્સ દ્વારા સટ્ટેબાજીને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ હૈદરાબાદના એક ગ્રેજ્યુએશન કરી રહેલા વિદ્યાર્થીએ ઓનલાઈન સટ્ટેબાજીના કારણે ઓનલાઈન ગેમિંગમાં ૨૦ હજાર રૂપિયા ગુમાવી દીધા. બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો અને એણે આત્મહત્યા કરી લીધી.

Related posts

રવિ શાસ્ત્રી બોલિવૂડની બિન્દાસ ગર્લ અમૃતા સિંઘને કરતા હતા પ્રેમ..?

Charotar Sandesh

અંતિમ ઓવરમાં ૨ રન કરવામાં ગેલ અને રાહુલને પરસેવો વળી ગયો, જીત પછી પ્રીતિ ઝિન્ટા ખુશીથી ઝૂમી ઊઠી…

Charotar Sandesh

કોરોના સંક્રમિત સચિન તેંડુલકર હોસ્પિટલમાં થયા દાખલ…

Charotar Sandesh