Charotar Sandesh
સ્પોર્ટ્સ

ક્રિકેટને ફરી શરૂ કરવા બીસીસીઆઈએ જાહેર કરી ૧૦૦ પેઝની એસઓપી…

ટ્રેનિંગ પહેલા ખેલાડીઓએ સહમતિ પત્ર સાઇન કરવો પડશે : ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોચ ટ્રેનિંગમાં સામેલ નહિ થઈ શકે…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસની મહામારી વચ્ચે ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર છે. બીસીસીઆઈ હવે ફરીથી ક્રિકેટ શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અને આ ક્રમમાં ભારતીય ક્રિકેટ બોર્ડે રાજ્ય સંઘોને ૧૦૦ પાનાંની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે. બીસીસીઆઈનું માનવું છે કે, આ એસઓપી રાજ્ય સંઘોને ક્રિકેટ ગતિવિધિઓને ફરીથી શરૂ કરવામાં મદદ મળશે. ટ્રેનિંગ શરૂ કરતાં પહેલાં ખેલાડીઓએ સહમતિ ફોર્મ પર સહી કરવી પડશે. ૬૦ વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓને ટ્રેનિંગ કેમ્પોનો ભાગ નહીં બને. બીસીસીઆઈની આ એસઓપીની અસર બંગાળના કોચ ૬૫ વર્ષીય અરુણ લાલ અને વડોદરાના કોચ ૬૬ વર્ષીય ડેવ વોટમોર ઉપર પણ પડશે. બીસીસીઆઈએ એસઓપીમાં ટ્રેનિંગથી પરત ફરતાં સમયે પણ નિયમો જાહેર કર્યા છે. હકીકત, આ તમામ કવાયત કોરોના વાયરસ મહામારીને જોતાં કરવામાં આવી રહી છે.

આ હેઠળ અભ્યાસ સુવિધાઓની તૈયારી, વ્યાયામ શાળા પ્રોટોકોલ, ફિજિયોથેરાપી અને ચિકિત્સા પોર્ટલ પર નજર રાખવાની સાથે ટ્રેનિંગને લઈને પણ એસઓપી જાહેર કરી છે. તેમાં સહમતિ ફોર્મ પણ સામેલ છે. સહમતિ ફોર્મ પ્રમાણે, ખેલાડીઓને ખબર હોવી જોઈએ કે, ફરીથી ટ્રેનિંગ શરૂ કરવામાં જોખમ છે.

ફોર્મમાં ખેલાડીઓને પ્રોટોકોલ અને એસોસિયેશન તરફથી જાહરે કરેલ સાવધાનીઓ અંગે જણાવવામાં આવ્યું છે. ખેલાડીઓને એ સ્વીકાર કરવો પડશે કે, એસોસિયેશન દ્વારા જરૂરી સાવધાની રાખવા છતાં પણ તેઓ સંક્રમિત નહીં થાય તેની કોઈ ગેરંટી આપી શકવામાં આવશે નહીં. તેવામાં ફરીથી ટ્રેનિંગ શરૂ કરવાની ઈચ્છા ખેલાડીઓ પર છે.

Related posts

અંડર-૧૯ વર્લ્ડકપ : ભારતે જાપાનને ૧૦ વિકેટે હરાવ્યું, રવિ બિશ્નોઇ મેન ઓફ ધ મેચ બન્યો…

Charotar Sandesh

વેસ્ટ ઇન્ડિઝે ભારત સામેની વનડે સિરીઝ માટે ટીમ જાહેર કરી, ક્રિસ ગેલનો સમાવેશ…

Charotar Sandesh

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો, ભારે રસાકસી બાદ મેરી કોમની હાર

Charotar Sandesh