Charotar Sandesh
બોલિવૂડ

ક્વોરન્ટાઈન પિલો ચેલેન્જને લઇ તમન્નાએ પહેર્યો ખાલી તકિયાનો ડ્રેસ…

મુંબઈ : હાલમાં દેશમાં લોકડાઉનના ચાલી રહ્યું છે જેના કારણે નવરી પડેલી સેલિબ્રિટીઓએ અનેક નવી વાયરલ ચેલેન્જની શરૂઆત કરી છે. હાલમાં જ એક્ટ્રેસ તમન્નાએ પણ એવા જ એક ચેલેન્જમાં ભાગ લીધો. ક્વોરન્ટાઈન પિલો ચેલેન્જમાં ભાગ લેતા તમન્નાએ પોતાની એક તસ્વીર શેર કરી જેમાં તે શરત પ્રમાણે ફક્ત એક તકિયાનો ડ્રેસ, બેલ્ટ અને હિલ્સ પહેરેલી જોવા મળી રહી છે. તમન્નાની આ તસવીર વાયરલ બની છે.
તમન્નાએ આ તસ્વીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું- હું ક્લબ બેડ જઈ રહી છું જ્યાં ડીજે પીલો અને એમસી બ્લેકેન્ટ પરફોર્મ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં સિંગર નેહા કક્કરની આ ચેલેન્જ વાયરલ બની હતી. તાજેતરમાં નેહા કક્કરે એક પોતાના ટિકટોક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં નેહા અલગ અલગ ત્રણ તકિયાનો ડ્રેસ પહેરીને નજરે પડી રહી છે. નેહાએ વીડિયોમાં એકદમ જક્કાસ લાગવા માટે તકિયાને બેલ્ટ સાથે બાંધ્યો છે.

Related posts

દુબઈના ગોલ્ડન વિઝા બોની કપૂર અને તેના પરિવારને મળ્યા

Charotar Sandesh

કાર્તિક આર્યનની ‘ભૂલ ભલૈયા ૨’ ૧૯ નવેમ્બર ૨૦૨૧એ થિયેટરમાં રિલીઝ થશે…

Charotar Sandesh

દુનિયાની ટોપ ૧૦ આકર્ષક સુપરમોડલ્સમાં ઉર્વશી રૌતેલાનું નામ સામેલ…

Charotar Sandesh