Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખંભાત ખાતે વિશ્વ દિવ્‍યાંગ દિનની કરવામાં આવેલ ઉજવણી…

દિવ્‍યાંગ લાભાર્થીઓને બસ પાસ, યુ.ડી.આઇ. કાર્ડ સ્‍થળ ઉપર આપવામાં આવ્‍યા…

આણંદ : પ્રતિ વર્ષ તા.૩જી ડિસેમ્‍બરના રોજ વિશ્વ દિવ્‍યાંગ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ. એમ. વ્‍હોરાના માર્ગદર્શન હેઠળ ખંભાત તાલુકાના દિવ્‍યાંગ લાભાર્થીઓ માટે જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જનહિત ચેરીટેબલ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે ખંભાત ખાતેની યુવી મંદબુધ્‍ધિ સેન્‍ટર ખાતે ઉજવવામાં આવ્‍યો હતો.

વિશ્વ દિવ્‍યાંગ દિનની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના દિવ્‍યાંગ લાભાર્થીઓને સ્‍થળ ઉપર જ બાસ પાસ, યુ.ડી.આઇ.ડી. કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં ખંભાત મામલતદાર કચેરી દ્વારા દિવ્‍યાંગ મતદાર જાગૃતિ ઉપરાંત વિવિધ દિવ્‍યાંગ કલ્‍યાણકારી યોજનાઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન દિવ્‍યાંગ લાભાર્થીઓને અનાથ, નિરાધાર તથા એકવાલીવાળા બાળકો માટેની વિવિધ યોજનાઓ તેમજ જિલ્‍લા બાળસુરક્ષા એકમની પાલક માતા-પિતા યોજના અને કેન્‍દ્ર-રાજય સરકાર પુરસ્‍કૃત સ્‍પોન્‍સરશીપ યોજના તથા ફોસ્‍ટરકે અને એડોપ્‍શન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમની ઉજવણી  રાજય સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્‍ટનસીંગ અને લાભાર્થીઓએ ફરજિયાત માસ્‍ક પહેરીને કરવામાં આવી હતી.

આ પ્રસંગે ખંભાત મામલતદાર કચેરીના શ્રી અતુલભાઇ ગજજર, જનહિત ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી મુકેશભાઇ રાઠોડ અને કર્મચારીઓ, જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, આણંદના સુરક્ષા અધિકારી શ્રી જિમી ઠાકર, કાઉન્‍સેલર શ્રી રાજેશભાઇ વાળંદ, સોશ્‍યલ વર્કર રોબર્ટ ક્રિશ્ચિયન તેમજ ખંભાત અને તારપુર તાલુકાના મર્યાદિત સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અંતમાં આ યોજનાઓ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જિલ્‍લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરી, આણંદનો અથવા તો ફોન નંબર ૦૨૬૯૨-૨૫૩૨૧૦/૨૫૦૯૧૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પાર્થ ઠકકરે વધુમાં જણાવ્‍યું હતું.

Related posts

સાયબર ક્રાઇમ : આણંદમાં પતિએ જ અંગતપળોનો વિડીયો વાઈરલ કરવાની પત્નીને ધમકી આપી

Charotar Sandesh

અમુલએ લોન્ચ કરી દૂધ અને ફ્રુટના ફ્લેવરની નવી પ્રોડક્ટ Seltzer…

Charotar Sandesh

ખંભાતમાં અદ્રશ્ય કોરોનાનો વધતો કહેર : આજે બપોર બાદ વધુુ ૮ કેસ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh