Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખુશખબર : આણંદ જનરલ હોસ્પિટલ ખાતેથી સ્વસ્થ થયેલ ૮ દર્દીઓને રજા અપાઈ…

આણંદ સરકારી હોસ્પિટલ ખાતેથી તમામ દર્દીઓને આણંદ જિલ્લા કલેક્ટર, આણંદ એસપી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રજા આપવામાં આવેલ…

આણંદ : જિલ્લામાં એક તરફ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે સામે પક્ષે પોઝિટિવ દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે.

આણંદ સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ૮ દર્દીઓ સજા થઈ ગયા છે. જેમાં ૧) રવી મોતીલાલ પટવા (ખંભાત) (૨) ત્રીશા.બી. રાણા (ખંભાત) (૩) ધર્મિષ્ઠાબેન.આર. રાણા (ખંભાત) (૪) રાકેશ.સી.રાણા (ખંભાત) (૫) ગીતાબેન. કે. રાણા (ખંભાત) (૬) પાયલ.બી. રાણા (ખંભાત) (૭) સાહીદખાન પઠાણ (હાડગુડ, આણંદ ) (૮) કેતનભાઈ રાણા (ખંભાત) નાઓનો ફાઇનલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેથી તેઓને રીકવર કરી ૧૦૮ મારફતે ઘરે હોમ કોરેન્ટાઈનમાં મોકલી આપવામાં આવેલ છે. જે દરમ્યાન આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ, આણંદ એસપી અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત્‌ રહ્યા હતા.

વધુમાં, આજરોજ ખંભાતમાં કડીયા પોળમાં વધુ એક મહીલા દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. હાલમાં દાખલ કોરોના દર્દીઓની સંખ્યા ૩૬ થયેલ છે તેમજ અત્યાર સુધી જિલ્લામાં કુલ ૩ દર્દીઓના મોત નિપજેલ છે.

આણંદ જિલ્લામાં કુલ ૬૫ પોઝીટીવ કેસ મળી આવેલ છે, જેમાં હાલ ૩૬ દર્દી સારવાર હેઠળ છે

Related posts

આણંદ સાંસદ દ્વારા દત્તક લીધેલ અંબાવ ગામમાં અંદાજિત ૪૬ લાખના વિકાસ કામોનું લોકાર્પણ…

Charotar Sandesh

શું આપને ઘર આંગણે વિનામૂલ્યે કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવવો છે? તો હમણાં જ ડાયલ કરો ૧૦૭૭

Charotar Sandesh

આજે અનંત ચૌદશ : આણંદ સહિત જિલ્લામાં ગણેશ પ્રતિમાની વિસર્જન યાત્રા કરાશે

Charotar Sandesh