Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા દૂધ ઉત્પાદક સંઘ વિવાદ : ૨૩ ઓક્ટોબરે મતદાન માટે હાઈકોર્ટે આપી છૂટ…

બંધ કવરમાં કરાયેલા મતદાનના કવર કોર્ટમાં ખોલવામાં આવશે…

કોંગ્રેસ તેનો છેલ્લો ગરાસ બતાવવાની વેતરણમાં છે. તેના માટે તેણે કોર્ટનો આશરો લીધો છે. ગુજરાતમાં કોંગ્રેસની ભલે બીજે ક્યાંય પક્કડ ન હોય, પરંતુ સહકારી ક્ષેત્રના રાજકારણમાં હજી પણ તેની થોડી ઘણી પક્કડ છે. તેમા પણ ઓગસ્ટમાં થયેલી દૂધ સહકારી મંડળીની ચૂંટણીમાં ભાજપને પડેલા ફટકાના લીધે કોંગ્રેસ ફરીથી જોરમાં આવી છે.
પણ ભાજપ આ ફટકા બાદ રાજ્ય સરકારની મદદથી ભાજપ સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓ સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂકથી અમુલ નિયામક મંડળમાં સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે કૃત્રિમ બહુમત ઉભો કરવામાં આવશે તેવા આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુરુવારે જસ્ટિસ બીરેન વૈષ્ણવે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો કેત્રણેય ડિરેક્ટરોના મત સીલ કવરમાં રાખી કોર્ટના આગામી આદેશ સુધી ચૂંટણીનું પરિણામ જાહેર ન કરવામાં આવે. આ સીલ કવરને હાઈકોર્ટમાં સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર, સંજય પટેલ સહિત ત્રણ અરજદારો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકારની મદદથી ત્રણ ડિરેકટરોની નિમણૂક કરી કોંગ્રેસ સામે કૃત્રિમ બહુમત ઉભો કરવાનો પ્રયાસ છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના તાબા હેઠળ આવતા ૧૮ સંઘમાંથી અમુલ ડેરીના સંઘમાં કોંગ્રેસની હજી પણ થોડી પકડ છે. ૨૩મી ઓક્ટોબરના રોજ અમૂલના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે.

Related posts

કડાણા ડેમમાંથી બે લાખ કયુસેક પાણી છોડાયું : મહી કાંઠા કિનારાના ર૬ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા…

Charotar Sandesh

બોરીયા ગામમાં ગૌચર સરકારી જમીન બ્લોક નં – ૧૯૦ માં થયેલ બાંધકામ દૂર કરવા ફરિયાદ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૭ લાખના લક્ષ્યાંક સામે કેટલા લોકોએ પ્રથમ અને બીજો વેક્સિન ડોઝ લીધો, જાણો

Charotar Sandesh