Charotar Sandesh
ઈન્ડિયા

ખેડૂતોની ટ્રેક્ટર રેલીને મળી લેખિત પરવાનગી, પોલીસને એલર્ટ રહેવા આદેશ…

ન્યુ દિલ્હી : ફોટો સિંઘુ બોર્ડરનો છે. અહીં ૨૬ જાન્યુઆરીએ યોજાનાર ટ્રેકટર પરેડ માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતો આ પ્રકારે ટ્રોલીઓ પર પોતાના ટ્રેક્ટર લાવી રહ્યા છે. દિલ્હી પોલીસની ખેડૂતો સાથે બેઠક પૂરી થઈ છે. આ પછી, ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમારા રૂટ મેપ પર પોલીસની લેખિત પરવાનગી મળી છે. ૨૬ જાન્યુઆરીએ પાંચ રૂટો પર ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દિલ્હી નહીં પણ દિલ જીતવા માટે આવી રહ્યા છીએ. ટ્રેક્ટર પરેડ માટેનો માર્ગ તૈયાર ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ માટેનો નકશો. ગાજીપુર બોર્ડર પર પરેડ માટે ખેડુતોએ માર્ગ તૈયાર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે પરેડ યુપી ગેટથી શરૂ થશે, જે આનંદ વિહાર સીમાપુરીથી મેરઠ તીરાહ સુધી જશે.
પ્રજાસત્તાક દિનની પરેડની સુરક્ષા માટે તૈનાત સીએપીએફ અને અન્ય દળો સાથે તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને કિસાન ટ્રેક્ટર રેલી અંગે એલર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે આ વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી છે.
કેટલાક રિપોટ્‌ર્સમાં જણાવાય છે કે ખેડૂતો સિંઘુ, ટીકરી, ગાઝીપુર, પલવલ અને શાહજહાંપુર બોર્ડર પોઈન્ટ્‌સથી દિલ્હીમાં પ્રવેશ કરશે. આ દરમિયાન તેમને શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર રેલી યોજવાની રહેશે. જો કે, રેલી પછી દેખાવકારોને દિલ્હીમાં રોકાવાની અનુમતિ અપાઈ નથી. તેમને એ બોર્ડર પોઈન્ટ્‌સ પર પરત જવાનું રહેશે, જ્યાં તેઓ બે મહિનાથી કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. ખેડૂતો લગભગ એક મહિનાથી ટ્રેક્ટર પરેડની તૈયારીઓ કરી રહ્યા છે. પંજાબના અનેક શહેરો અને ગામોમાં તેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. પંજાબના અનેક જિલ્લામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી માટે રવાના થઈ રહ્યા છે.

Related posts

વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે ૧૦ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે…

Charotar Sandesh

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ : રાજસ્થાન મુખ્યમંત્રી ગેહલોત

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે આગ લાગી : પેટ્રોલમાં હજુ ૧૪.૪૦ રૂપિયા વધશે તેવી સંભાવના

Charotar Sandesh