Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : ખેતી ટેકનોલોજીનો ઉપયોગ કરી વાવેતર કરાય તો ઉત્પાદન વધે છે : પ્રદિપસિંહ જાડેજા

બોરસદ ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો ગૃહમંત્રીના હસ્તે પ્રારંભ…

આણંદ : આજના યુગમાં જગતનો તાત જ મુખ્ય ગણાય છે. અનાજનું ઉત્પાદન ન થાય તો લોકોને મુશ્કેલી પડે છે અને વેપાર ધંધાને મોટી અસર થાય છે ત્યારે ખેડુતોને મદદરુપ થવાની ભાવનાથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દુરંદેશી વાપરીને કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે. જેનો લાભ અત્યારે ખેડુતોને મળી રહ્યો છે. હાલમાં ખેડુતોને અનાજ સંગ્રહ માટેઅને પરિવહન માટે રાજ્ય સરકારે નવી યોજના જાહેર કરી છે. તેનો લાભ લેવા પણ બોરસદ ખાતે યોજાયેલ પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાના પ્રારંભે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને વધુ પડતા પાણીનો ઉપયોગ કરવાથી જમીન બિનઉપજાવ બની જાય છે. અને જમીનમાં ખારાસનું પ્રમાણ વધી જાય છે. તેમજ રાસાયણિક ખાતરથી પકવેલ અનાજનો વધુ પડતો ઉપયોગ કરવાથી માનવ સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર ભાર મુકવામાં આવ્યો છે. જેનો અમલ કરવામાં આવે તો જમીનમાંથી ખારાસ દુર થશે અને લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળશે તેમજ યોગ્ય ઉત્પાદન મળતું થશે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા વાવણીથી રોકાણ સુધીની યોજના મુક્યા બાદ ખેડુતોએ પકવેલ અનાજનો સંગ્રહ કરી શકાય અને સારો ભાવ મળી શકે તે માટે ગોડાઉન બનાવવા માટે સરકાર ખેડુતોને ગોડાઉન લોન પણ આપી છે. જેનાથી ખેડુતોને સારો લાભ થશે અને ખેડુતલક્ષી નીતિઓ આગળ વધી શકાય છે. સાથે સાથે ખેડુતે પકવેલ પોતાનું અનાજ દેશના કોઈપણ ખુણામાં વેચી શકે તે માટે પરિવહન યોજના પણ શરુ કરવામાં આવી છે. જેના કારણે ખેડુત જ્યાં ઉંચા ભાવ મળતા તેવા બજારમાં પોતાનું અનાજ વેચીને આર્થિક લાભ મેળવી શકશે. સરકારની કૃષિલક્ષી યોજનાઓનો વધુને વધુ લાભ લઈ ખેડુતો આગળ વધી શકે તેમ છે.

આ પ્રસંગે પુર્વ સાંસદ દીલીપભાઈ પટેલ, પુર્વ રાજ્યમંત્રી રોહિતભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્યા ગોવિંદભાઈ પરમાર, આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, કલેકટર આર. જી. ગોહીલ, જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ તથા બોરસદ શહેર ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આણંદમાં નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ થશે

Charotar Sandesh

આજે જિલ્લામાં બે પોઝીટીવ કેસ નોંધાયા : અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ ૯૩ પોઝીટીવ કેસ…

Charotar Sandesh

આગામી દોઢ માસમાં આણંદ પાલિકાને મહાપાલિકા બનાવવાના તખ્તા ગોઠવાયા… જાણો…

Charotar Sandesh