મુંબઈ : બૉલીવુડ એકટ્રેસ આલિયા ભટ્ટ પાછલા ઘણા સમયથી પોતાની અપકમીંગ ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીના શૂંટીંગમાં વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મની શૂટીંગ દરમ્યાન આલિયાની તબીયત લથડી હતી. જે બાદ તેને હૉસ્પિટલમાં ભર્તી કરાઈ હતી. જોકે થોડા સમયમાં જ તબીયત સારી થતા તેને ડિસ્ચાર્જ કરાઈ હતી. આલિયાને શૂટીંગ સમયે શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ, થાક, નબળાઈ જેવી તકલીફો થઈ રહી હતી. રીપોર્ટ અનુસાર તેને હાયપરએસીડિટી અને નૌજીયા જેવી પરેશાનીઓ થઈ રહી હતી.
તેને સારવાર બાદ જયારે તેને રાહત મળી ત્યારે તેને ડિસ્ચાર્જ કરાઈ અને તેના આગામી દિવસથી જ તે શૂટીંગ પર પાછી ફરી હતી. આલિયા ફિલ્મમાં એક તવાયફખાનાની માલિકનું પાત્ર નિભાવતી જોવા મળશે. સંજય લીલા ભાનુશાલીના ડિરેકશનમાં બનેલી આ ફિલ્મના પોસ્ટર અને ફિલ્મમાં આલિયાનો લુક પહેલા જ રિલીઝ થઈ ચૂક્યો છે.
અને હવે ફેન્સ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ સત્ય ઘટના પર આઘારીત છે અને મનાઈ રહ્યું છે કે, આ ફિલ્મને આ વર્ષની દિવાળી સુધીમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની રિલીઝ ડેટ વર્ષ ૨૦૨૦માં રખાઈ હતી. પરંતુ કોરોનાના કારણે થિયેટરો બંધ તેમજ શૂંટીંગ અને ફિલ્મમેંકીંગથી જોડાયેલા અન્ય કામો પણ પોસ્ટપોન કરવામાં આવ્યા હતા. જેથી ફિલ્મની શૂટીંગ જ પુરી ન થઈ હોવાને કારણે હવે આ ફિલ્મને મેકર્સ ૨૦૨૧માં દિવાળી સુધીમાં રિલીઝ કરવાનુ વિચારી રહ્યા છે.