Charotar Sandesh
ગુજરાત

ગાંધીવાદી વિચારધારા ધરાવનાર ભાજપના જૂના જોગી કોદરસિહ રાઉલજીનુ મોટરસાયકલ સ્લીપ થતા મોત નીપજ્યું…

ડેસર તાલુકા નો એક મિનારો ખરી પડ્યો…

ડેસર અને સાવલી તાલુકાના પીઢ નેતા, ભારતીય જનતા પાર્ટીના જુના જોગી, વડોદરા જિલ્લા પંચાયતના માજી સદસ્ય, ગુજરાત પત્રકાર સંઘના ઉપપ્રમુખ, વકતાપુરા નિવાસી કોદરસિહ રાઉલજી નું તા 29 નવેમ્બરે સાંજે પોતાના ખેતરમાં મજૂરો માટે ચા, નાસ્તો લઈને જતા હતા તે દરમિયાન પોતાની મોટરસાયકલ ઉપર થી પડી જતાં તેઓને પગના ભાગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓને તાત્કાલિક વાઘોડિયાની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ માથાના ભાગે ગંભીર ઇજાના કારણે બ્રેઈન હેમરેજ થઈ જવાથી ૩૦ નવેમ્બરે સવારે ચાર વાગ્યે તેઓનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું તેઓની અંતિમયાત્રા તેમના નિવાસે થી સવારે 10:00 વાગ્યે કોરોના મહામારી ને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ધારણ કરીને નજીકના મિત્ર વર્તુળ અને ગ્રામજનો , સગાવહાલાઓ ની હાજરીમાં કાઢવામાં આવી હતી ડેસર અને સાવલી તાલુકા માટે વિકાસના કામોમાં સિંહફાળો આપનાર કોદરસિહ બાપુ ની વસમી વિદાય થી ડેસર તાલુકાને ન પુરાય તેવી અંણધારી ખોટ પડી છે.

સાવલી તાલુકામાં જનસંઘ પાર્ટીના વફાદાર નેતા કોદરસિહે તાલુકામાં ફરી ને પાર્ટી ને મજબૂત કરી હતી ભારતીય જનતા પાર્ટી તરીકેની ઓળખ આપનાર તાલુકાના પહેલા નેતા ની વિદાયથી ડેસર- સાવલી તાલુકામાં સન્નાટો છવાયો હતો વધુમાં તેઓ જલારામ ભક્ત હતા જ્યારથી જલારામ ભક્ત થયા હતા ત્યારથી વાલાવાવ ધરમપુર માર્ગ પર જલારામ ઝુપડી વેજપુર બસ સ્ટેન્ડ પર જલા જલસેવા પંચમહાલના ખંડોળી ખાતે અધતન જલારામ મંદિર અને રાજકોટના કુવાડવા વાંકાનેર વચ્ચે આવતા કણકોટ ગામે જલારામ આશ્રમની કોદર સિહ રાઉલજી દ્વારા સ્થાપના કરાઈ હતી હજારો જલારામ ભક્તોએ બાપુને અશ્રુભીની આંખે વિદાય આપી હતી

Related posts

મોરબીમાં હોનારત : ઝૂલતો પુલ તૂટતાં ૭૦થી વધુ લોકોના મૃત્યુ : ઘણા લોકો લાપતા, તપાસ હાલ ચાલુ

Charotar Sandesh

હોળી-ધૂળીને લઇ સરકારે ગાઇડલાઇન જાહેર કરી : જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ…

Charotar Sandesh

૩૦૦ કરોડની નકલી નોટોનું રેકેટ : માસ્ટરમાઈન્ડ સહિત ૬ ઝડયાયા, રેલો મુંબઈ-આણંદ-સુરત શહેરમાં, જુઓ વિગત

Charotar Sandesh