Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના સ્થાપના દિવસ, પીએમ મોદી, સીએમ રૂપાણીએ પાઠવી શુભેચ્છા…

ગાંધીનગર : પહેલી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા ત્યારે આજે બંને રાજ્યોના સ્થાપના દિવસ છે ત્યારે રાજેનતાઓ અને સેલિબ્રિટી ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પીએમ મોદીએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. જોકે અત્યારે આખો દેશ કોરોના વાયરસ સામે લડાઈ લડી રહ્યો છે ત્યારે સીએમ રૂપાણી અને પીએમ મોદીએ કોરોના મુદ્દે પણ સંદેશ આપ્યો છે.
ઝ્રસ્ રૂપાણીએ ગુજરાતને લગતી પંક્તિ ટિ્‌વટ કરીને કહ્યું કે ’હારી આ સરહદ ને હાર્યા સીમાડા,પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત, હે જીત્યું હંમેશા ગુજરાતપ’ આ સિવાય સીએમ રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે લોકોને રસી લેવા માટે અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે ’આવો, એ જ ગુજરાતને આપણે સૌ “કોરોના મુક્ત” અને “રસીયુક્ત”, સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી કોરોના સામેની આ જંગમાં જીતાડીએ.’
પીએમ મોદીએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે આકે ગુજરાત એનએ મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. બંને રાજ્યો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ત્યારે કોરોના સામેની લડાઈ આ બંને રાજ્યો જીતી જાય અને રાજ્યના લોકોને સારું સ્વાસ્થ્ય મળે તેવી શુભકામનાઓ.
નોંધનીય છે કે દેશના પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતી જ છે ત્યારે આજે ગૃહમંત્રીએ ટિ્‌વટ કરીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદારના રૂપમાં સમસ્ત માનવજાતિને શાંતિ અને શક્તિનો સંદેશ આપનાર ગુજરાતના સૌ કર્મશીલ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે ગુજરાતવાસી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન સતત આપતા રહેશે.

Related posts

હવે એક દિવસમાં જ રૂ.૧૦માં મળશે રાજ્યના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ…

Charotar Sandesh

સીબીઆઈનાં નવા ડાયરેક્ટર માટે ૬ દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર…

Charotar Sandesh

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ ઘટના અને કેસ અંગે જાણો : ૭૦ મિનીટમાં રર ધમાકા, મોતનું તાંડવ સર્જાયું હતું

Charotar Sandesh