Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના ૫ પોલીસ અધિકારીઓનું ગૃહ મંત્રાલય સ્પેશિયલ ઑપરેશન મેડલથી કરશે સન્માન…

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે ૨૦૨૦ના ગૃહમંત્રી વિશેષ ઓપરેશન મેડલ માટે પોલીસકર્મીના નામની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે આ પદ માટે કુલ ૩૯ પોલીસ અધિકારીઓની આ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના ૫, દિલ્હીના ૧૫, કરેળના ૮, કર્ણાટકના ૬ અને તમિલનાડુના ૫ પોલીસ અધિકારીનું સન્માન કરાશે.
ગૃહ મંત્રાલય દેશમાં આતંકી અને નક્સલ પ્રભાવિત એરિયામાં સ્પેશિયલ ઓપરેશન માટે આ એવોર્ડ આપે છે. ગુજરાત પોલીસને અધિકારીઓને ૮ જાન્યુઆરીના ઓપરેશન માટે મેડલ આપવામાં આવશે તેમ ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ડીઆઈજી હિમાંશુ શુકલ, એસપી ઇમ્તિયાઝ શેખ, ડીવાયએસપી કનુભાઇ પટેલ, ઇન્સપેકટર વિજયકુમાર મલ્હોત્રા, એસપી કેતન ભુવાને મેડલથી સન્માનવામાં આવશે.

Related posts

જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતી નિમિત્તે વીરપુરમાં ભાવિકોની લાંબી લાઇન લાગી…

Charotar Sandesh

પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી : ભાજપે ૩ પાલિકા આંચકી…

Charotar Sandesh

ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી… માઈનસ ૨ ડિગ્રીથી આબુ ઠૂઠવાયું…

Charotar Sandesh