Charotar Sandesh
ગુજરાત

ગુજરાતભરમાં કેવાયસીના નામે લૂંટતી કરતી ગેંગ ઝડપાઇ : ૪ની ધરપકડ…

અમદાવાદ : ગુજરાતભરમાં જ્યારે કોઈ વ્યક્તિને પેટીએમ કે અન્ય કંપનીનો KYC માટે કોલ આવે તો ચેતી જવા માટે અનેક વખત પોલીસ દ્વારા જાણ કરવામાં આવે છે. પણ ક્યારેય આ ચિટિંગના આરોપીઓ પકડાતા નથી કારણ કે આ આખું નેટવર્ક ઝારખંડના જામતારાથી જ ચાલતું હોય છે. હવે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચની ટીમે વેશ પલટો કરીને ગુજરાતના KYCના નામેં ચિટીંગ કરતી ગેંગને ઝડપી લીધી છે. ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે.

અમદાવાદ સાયવર ક્રાઇમ પાસે અનેક લોકો પોતાની પેટીએમ અને અન્ય પેમેન્ટ એપ્લિકેશનમાં KYC કરાવવાના બહાને ચિટિંગનો ભોગ બનેલા લોકો આવે છે. જોકે જ્યારે પણ આ ગેંગની તપાસ કરવામાં આવે તો તેમાં તપાસનો છેડો ઝારખંડના જામતારા સુધી પહોંચે છે. અનેક વખત ગુજરાત પોલીસ ત્યાં પહોંચી પણ ત્યાં સ્થાનિક લોકો અને કેટલાક વર્ગ ધરાવતા લોકોને કારણે ગેંગનો આરોપી ભાગી જાય છે.

સાયબર ક્રાઇમમાં થોડા સમય અગાઉ એક વ્યક્તિના KYCના નામે વાત કરીને ૧૧ લાખ રૂપિયા જતા રહ્યા હોવાની વિગત સામે આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમના ACP જે એમ યાદવ અને તેમની ટીમને તપાસ દરમિયાન જામતારાના એક વ્યક્તિનું નામ મળ્યું અને આ આખું ચિટિંગ જામતારાથી જ થયું હોવાનું સામે આવ્યું હતું.

Related posts

કોરોના જંગમાં ગુજરાતની આગવી સિદ્ધિ : ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા, જાણો વધુ વિગત

Charotar Sandesh

થાવાણીની ‘લુખ્ખાગીરી’ બાદ ‘ભાઈગીરી’ : માર મારનાર મહિલાને ‘બહેન’ બનાવી

Charotar Sandesh

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવમંદિરોમાં ગુંજશે હર હર મહાદેવ

Charotar Sandesh