Charotar Sandesh
ગુજરાત ચરોતર

ગુજરાતમાં કોરોનાના નવા ૧૫૯૮ કેસ, ૧૫૨૩ દર્દીઓ સાજા થયા : આણંદ જિલ્લામાં રપ નવા કેસ…

ગાંધીનગર : સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા. રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૯૮ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૫૨૩ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૫ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૯૫૩ પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ ૧,૮૭,૯૬૯ લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

ચરોતરમાં કોરોના કોરોના સંક્રમણ તેજ : આણંદમાં રપ અને ખેડામાં ર૮ પોઝિટિવ નોંધાયા…

આણંદ શહેર સહિત કરમસદ, વિદ્યાનગર, મોગરી, વાસદ, બોરીયાવી, વડોદ, બોરસદ, બેડવા, રાસનોલ, અડાસ, વાસણા અને ગામડીમં નવા દર્દીઓ નોંધાયા છે. ખેડા જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક ર૦૬૩ અને આણંદમાં ૧૮પ૦ નોંધાયો છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ ૮૯ લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૪,૭૦૩ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૧,૮૭,૯૬૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો ૩૯૫૩ થયો છે. રાજ્યમાં રિકવરી રેટ ૯૦.૯૩% છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો :
અમદાવાદ ૩૫૭,
સુરત ૨૮૪,
વડોદરા ૧૭૯,
રાજકોટ ૧૫૧,
ગાંધીનગર ૬૭,
બનાસકાંઠા ૫૮,
મહેસાણા ૫૭,
પાટણ ૫૦,
જામનગર ૪૦,
ખેડા ર૮,
દાહોદ ૨૯,
જૂનાગઢ ૨૮,
ભાવનગર ૨૭,
સાબરકાંઠા ૨૭
આણંદ ૨૫,
મહિસાગર ૨૫,
પંચમહાલ ૨૪,
મોરબી ૧૯,
ભરૂચ ૧૯,
અમરેલી ૧૮,
કચ્છ ૧૬,
સુરેન્દ્રનગર ૧૩,
ગીર સોમનાથ ૧૨,
નર્મદા ૯,
અરવલ્લી ૭,
છોટા ઉદેપુર ૬,
દેવભૂમિ દ્વારકા ૬,
બોટાદ ૩,
નવસારી ૩,
વલસાડ ૩,
પોરબંદર ૨,
તાપી ૨.

Related posts

આગામી સપ્તાહમાં ફરીવાર વાસદ ટોલનાકા પર આંદોલનની ચીનગારી સળગે તેવી શકયતાઓ…

Charotar Sandesh

વડોદરા : કર્ફ્યૂમાં દરમ્યાન ગલ્લો ખૂલ્લો રાખનાર વેપારીને માર મારનાર બે પોલીસ જવાન સસ્પેન્ડ

Charotar Sandesh

ગુજરાતમાં ૫ વર્ષમાં ચોમાસાની સીઝન પહેલા સૌથી વધુ વરસાદ નોંધાયો…

Charotar Sandesh