Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં કોરોના માટે ’નમસ્તે ટ્રમ્પ’ નહિ, તબલિગી જમાત જવાબદાર : રૂપાણી

અમારું દુર્ભાગ્ય કે કોંગ્રેસ જેવો બેજવાબદાર વિપક્ષ મળ્યો…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં સ્થિતિ નિયંત્રણમાં હતી પરંતુ ત્યારબાદ સ્થિતિ થોડી બગડી. ગુજરાત એક એવું રાજ્ય છે કે જે વસ્તીમાં ભલે પાંચ ટકા હોય પરંતુ જીડીપીમાં સાડા સાત ટકા યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે રાજ્યની કમાન વિજય રૂપાણીના હાથમાં છે. તેમણે ઝી હિન્દુસ્તાન સાથે વાતચીતમાં પ્રદેશની તાજા સ્થિતિ શેર કરી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીતની શરૂઆતમાં જ તબલિગી જમાત અંગે કહ્યું. તેમણે કહ્યું કે અમદાવાદ અને સુરતમાં જ રાજ્યના ૭૫ ટકા કેસ છે. પ્રદેશના બાકીના મોટાભાગના હિસ્સામાં સંક્રમણ રોકવામાં અમે સફળ રહ્યાં છીએ. અમદાવાદ અને સુરતમાં જે રીતે અચાનક કેસ વધ્યા તે તબલિગી જમાતના કારણે વધ્યાં. અમદાવાદમાં ગાઢ વસ્તી છે. આ ગીચોગીચ વસ્તીમાં મોટાભાગે લઘુમતી સમુદાયના લોકો રહે છે. જમાતના લોકો આ ગીચ વસ્તીમાં લોકોને ખુલ્લેઆમ મળતા રહ્યાં અને સરકારથી ટ્રાવેલ હિસ્ટ્રી પણ છૂપાવી.
નિયંત્રણ માટે સરકારે ટેસ્ટિંગની કાર્યવાહી, ક્વોરન્ટાઈન કરવા, લોકોની તપાસ વગેરે પર ખુબ ભાર મૂક્યો. આ કામગીરી લગભગ ૧૫-૧૬ એપ્રિલથી લઈને ૨૮-૨૯ એપ્રિલ સુધી કરવામાં આવી. તેમણે કહ્યું કે ગુજરાતમાં ફક્ત ૫૨૫૩ જ કોરોના એક્ટિવ કેસ છે. અત્યાર સુધી ૩૭૫૩ લોકો સાજા થઈને ઘરે ગયા છે. હાલ ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ લગભગ ૩૮ ટકા છે જે ગત અઠવાડિયાના ૧૮ ટકા કરતા ઘણો વધુ છે. આગળ પણ સ્થિતિ સારી રહેશે તેવો ભરોસો છે. ત્યારબાદ લોકડાઉનનું પાલન કરાવવા માટે અર્ધસૈનિક દળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. પોલીસ અને અર્ધસૈનિક દળોની મદદથી અમદાવાદમાં સારી કામગીરી થઈ છે. આજે અમદાવાદની સ્થિતિ ઘણી સારી થઈ છે.

Related posts

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ચાર આરોપીઓના કોર્ટમાં રજૂ કરાયા, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Charotar Sandesh

બળબળતા ઉનાળામાં દર્દીઓને રાહત આપવા ડૉક્ટરે જ કરી નાખ્યું બર્ન્સ વોર્ડનું ઉદ્ઘાટન

Charotar Sandesh

બિઝનેસ હેતુથી ગરબાને મંજૂરીની શક્યતા નથી, શેરી-ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લઇશું : નીતિન પટેલ

Charotar Sandesh