Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં ગર્વના સમાચાર : સિંહોની વસ્તી વધીને ૭૦૦ને પાર પહોંચી…

’પૂનમ અવલોકન’માં વસ્તી વધારો નોંધાયો…

ગાંધીનગર : અવારનવાર સિંહોના મોતના સમાચાર સામે આવતા રહે છે પરંતુ આ વચ્ચે ગુજરાતના જંગલોથી સારા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રેકોર્ડ મુજબ ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યા ૭૦૦ને પાર પહોંચી ગઈ છે. સિંહોની વસ્તીમાં ૬થી ૮ ટકાનો વધારો નોંધાયો છે. એક સમાચાર મુજબ વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પૂનમ અવલોકન (પૂનમના દિવસે સિંહોનું અવલોકન) અભિયાન દરમિયાન ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
વધુમાં અધિકારીએ જમાવ્યું કે ગુજરાતમાં સિંહોની સત્તાવાર સંખ્યા ૭૧૦થી ૭૩૦ની વચ્ચે છે. ૨૦૨૦ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા ૬૭૪ નોંધાઈ હતી. ૨૦૧૯ની સરખામણીએ આ સંખ્યામાં ૨૮.૯ ટકાનો વધારો નોંધાયો હતો. અગાઉ ૨૦૧૫માં પણ ગુજરાતમાં સિંહોની સંખ્યામાં ૨ ટકાનો વધારો થયો હતો. ગુજરાતમાં ૨૦૧૫માં કુલ ૫૨૩ સિંહ હતા જે હવે વધીને ૭૧૦ સુધી પહોંચી ગયા છે.
પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં ૧ જાન્યુઆરી ૨૦૧૯થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે વિવિધ કારણોસર ૩૧૩ સિંહના મોત થયાં. ૨૦૧૮માં ગિર અભ્યારણ્યમાં કૈનઈક ડિસ્ટેંપર જેવા ઘાતક વાયરસના લપેટામાં આવવાથી ૨૩ સિંહના મોત થયાં હતાં. વર્તમાન આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૯માં ૧૫૪ અને વર્ષ ૨૦૨૦માં ૧૫૯ સિંહના મોત થયાં છે. જેમાં ૭૧ સિંહ, ૯૦ સિંહણ અને ૧૫૨ બચ્ચાં સામેલ છે.

Related posts

બળબળતા ઉનાળામાં દર્દીઓને રાહત આપવા ડૉક્ટરે જ કરી નાખ્યું બર્ન્સ વોર્ડનું ઉદ્ઘાટન

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી : નવા 127 પોઝિટિવ કેસ, 6ના મોત : કુલ 2066 કેસ, 77ના મોત…

Charotar Sandesh

આખરે નારાજ શંકરસિંહ વાઘેલાનું એનસીપીમાંથી રાજીનામું : પ્રજાશક્તિ મોર્ચાથી મેદાનમાં ઉતરી શકે…

Charotar Sandesh