Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં રસી લેનારા ૧ કરોડને પાર, દૈનિક ૧ લાખથી વધુ લોકોનું વેક્સિનેશન…

અમદાવાદ : ગુજરાતમાં શુક્રવારે ૧,૩૧,૮૨૬ લોકોને રસી આપવામાં આવી હતી, આ સાથે રાજ્યમાં રસી મેળવનારાની કુલ સંખ્યા ૧ કરોડને પાર થઈ હતી. રાજ્યમાં અત્યારસુધી ૮૭ લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે, જ્યારે બીજો ડોઝ પણ લઈ લીધો હોય એવા લોકોની સંખ્યા ૧૩ લાખથી વધારે છે. ઉલ્લેખનીય છે કે ૧ કરોડ લોકોને રસી અપાઈ છે છતાં હજુ સુધી કોઈને પણ રસીની ગંભીર આડઅસર થઈ હોવાનું નોંધાયું નથી.

ગુજરાત સરકારે દૈનિક ૨.૫ લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનાના શરૂઆતી દિવસોમાં દૈનિક ૩થી ૪ લાખ લોકોને વેક્સિન અપાઈ રહી હતી, પરંતુ હાલમાં સ્પીડ પાછી ધીમી પડી ગઈ છે અને સરકારના ટાર્ગેટ કરતાં પણ ઓછું વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતમા દૈનિક ૧થી ૨ લાખની આસપાસ વેક્સિનેશન થાય છે. એપ્રિલના શરૂઆતના પહેલા ૧૫ દિવસ જોઈને લાગતું હતું કે ગુજરાત ટૂંક સમયમાં વેક્સિનેશન મામલે નંબર ૧ પર આવી જશે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્ય ૨ નંબરથી ૪ નંબર પર આવી ગયું છે.

હાલમાં દેશભરમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં કુલ ૧,૧૫,૧૨,૭૨૮ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યાર બાદ બીજા નંબર પર રાજસ્થાન આવે છે, જ્યાં કુલ ૧,૦૩,૬૦,૩૩૧ લોકોએ વેક્સિન લઈ લીધી છે. જ્યારે ગુજરાત ૧,૦૦,૨૮,૮૪૨ લોકોના વેક્સિનેશન સાથે ૪ નંબર આવી ગયું છે. મહારાષ્ટ્રમાં દૈનિક અંદાજે ૩ લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં દૈનિક ૨.૫ ટકા લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે છતાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં દૈનિક ૧થી ૨ લાખ લોકોને વેક્સિન અપાઈ રહી છે.

અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલી ‘ક્લિવલેન્ડ ક્લિનિક’ના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-૧૯ માટે હર્ડ ઇમ્યુનિટીનું થ્રેશોલ્ડ લેવલ ૫૦ ટકાથી ૮૦ ટકા જેટલું છે. યાને કે ૫૦થી ૮૦ જેટલી વસતિને વેક્સિન આપી દઇએ તો પેન્ડેમિક પર અસરકારકતાથી બ્રેક મારી શકાય છે. વેક્સિનેશનના ડેટા પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ૭૦ ટકા વસતિને રસી મળી ચૂકી છે. આમ, નિષ્ણાતોના મત મુજબ, આ સમયથી ગુજરાતમાં હર્ડ ઈમ્યુનિટી શરૂ થશે અને સંક્રમણ ના બરાબર થઈ જશે.

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે, સાથે જ વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઈ છે. આગામી દિવસોમાં કોઈપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઈ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. કૈલાસનાથને રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. તેઓ નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે.

Related posts

વધુ એક પેપરકાંડ : પ્રાથમિક શાળામાંથી પરીક્ષાના પેપર ચોરાયા : રાજ્યમાં ધોરણ ૭ ની પરીક્ષા રદ્દ

Charotar Sandesh

સરકારની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવવામાં સુરતીઓ સૌથી આગળ…

Charotar Sandesh

કોલર ટ્યૂનમાં હું મારું નામ નથી બોલતો, કોંગ્રેસ ખોટા વિવાદ ઉભા કરી રહી છે…

Charotar Sandesh