Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં 54 નવા કેસ, 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 316 થયા, અમદાવાદમાં ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ…

૪ લોકો સાજા થયા છે, ૨ લોકોમાં મોત થયા છે…

અમદાવાદમાં આરોગ્ય ટીમના એક તબીબને કોરોના પોઝિટિવ, તેઓ કોરોના માટે નાં ચેકીંગ અને સેમ્પલ લેવા માટે ગયા હતાં…

ગાંધીનગર : રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 54 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે જ્યારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.અમદાવાદમા આરોગ્ય વિભાગના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 316 થયા છે અને કુલ મૃત્યાંક 19 થયો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશે. ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં અમદાવાદમાં નવા 11 કેસ, વડોદરામાં 25, રાજકોટમાં 5, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કેસ નોંધાયો છે.

અમદાવાદમાં એક જ દિવસમાં 58 કેસ, વડોદરામાં 21 કેસ નોંધાયા
અમદાવાદમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. 58 કેસમાંથી 30 કેસ સફી મંજિલ વિસ્તારના છે. અગાઉ અહીં એક પોઝિટિવ કેસ મળતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર કવોરન્ટાઈન કરાયો હતો. તે પછી અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવાયા હતા.વડોદરામાં નાગરવાડાના સૈયદપુરાના જ એક દિવસમાં 21-21 પોઝિટિવ રિપોર્ટ જાહેર થયાં છે. જ્યારે એક ખાટકીવાડાનો એમ કુલ મળીને 22 કોરોના પોઝિટિવ એક જ દિવસમાં વધતાં તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ નાગરવાડા અને તાંદળજામાં પણ પોલીસે બંદોબસ્ત રાખીને ક્લસ્ટર ક્વોરન્ટાઇન્ડ વિસ્તારોને સૂમસામ રાખ્યાં હતા.

નવા કેસ ક્યાં શહેરમાં, કેટલા :
અમદાવાદ ૧૧
પાટણ ૨
વડોદરા ૨૫
રાજકોટ ૫
કચ્છ ૨
ભરૂચ ૪
ગાંધીનગર ૧
ભાવનગર ૪
કુલ 54 પોઝિટિવ નવા કેસ

એક્ટિવ દર્દી : ૨૫૯
વેન્ટિલેટર : ૨ દર્દી
હોસ્પિટલ માંથી રજા મળી : ૩૦
કોરોના થી રાજ્યમાં મોત : ૧૯

અમદાવાદમાં આરોગ્ય ટીમના એક તબીબને કોરોના પોઝિટિવ, તેઓ કોરોના માટે નાં ચેકીંગ અને સેમ્પલ લેવા માટે ગયા હતાં.

Related posts

વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટ્યું : પરીક્ષા રદ્દ કરાઈ, હવે આગળ પરીક્ષાનું શું થશે, જુઓ

Charotar Sandesh

જાન્યુઆરીમાં અમદાવાદ આવતા-જતાં ઇન્ટરનેશનલ પેસેન્જરમાં ૮૪ ટકાનો ઘટાડો…

Charotar Sandesh

દેશમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પાંચમા સ્થાને : નર્મદા, સાબરમતી નદીનો સમાવેશ

Charotar Sandesh