Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં વૅક્સિન લેનારાઓનો આંકડો ૭૫ લાખને પાર, રસી લેવામાં સુરતીઓ મોખરે…

માત્ર ૪ દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી…

સુરત : વિશ્વમાં સૌથી ઝડપી વેક્સિનેશન અભિયાન ભારતમાં થઇ રહ્યું છે. દેશમાં ગુજરાત બીજા ક્રમે છે અને ગુજરાતમાં પણ સુરત કોરોના વેક્સિનેશનમાં પ્રથમ ક્રમાંકે છે. છેલ્લા ૪ દિવસમાં સુરતમાં જ દોઢ લાખથી વધુ શહેરીજનોને કોરોના વેક્સિન લઈને વિક્રમ સર્જ્યો છે.
કોરોના વેક્સિનેશન માટે સુરતમાં મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લોકો વેક્સિન લે તે માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં સૌથી વધુ વેક્સિનેશન મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં છે. કોરોના વેક્સિન લેવામાં ગુજરાત બીજા ક્રમે છે અને ગુજરાતમાં પણ સૌથી વધુ વેક્સિનેશન સુરતમાં થયું છે. ૧ એપ્રિલથી ૪૫ વર્ષ સુધીની ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
એક બાજુ સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બીજી બાજુ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટેની તૈયારીઓ કરી દીધી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ચાર દિવસ દરમિયાન સુરતમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી છે અને આ અભિયાન આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં ૨૪ કલાક લોકોને વેક્સિનેશન આપવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.
વેક્સિનેશન ઝડપી બનાવવા આરોગ્ય વિભાગનો પરિપત્ર તમામ જીલ્લા, કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓ માટે કરાયો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓની તમામ રજાઓ રદ્દ કરાઈ છે. જોકે, કોરોનાની મહામારીનેને જોતા આ નિર્ણય લેવાયો છે. ૪૫ વર્ષ પછીની ઉંમરનાને રસી આપવામાં આવી રહી છે. ત્યારે એક જ દિવસમાં ગુજરાતમાં ૩ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી આવી વાત પણ સામે આવી હતી. પુરા એક મહિના દરમિયાન લાખો લોકોને વેક્સિન આપવામાં આવશે.

Related posts

ગુજરાતમાં હાલ ભાજપ પ્રદેશ પ્રમુખના હાથમાં તમામ પાવર

Charotar Sandesh

પત્નિ કહ્યામાં નથી, કોઇ લેવડ-દેવડ ના કરવી : ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસ બહાર પાડી

Charotar Sandesh

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh