Charotar Sandesh
ગુજરાત

ગુજરાત ભયંકર કોરોના મહામારીના ત્રીજા સ્ટેજમાં પહોચ્યું : રાજ્યમાં કુલ ૩૦ કેસ : ઘરમાં રહો…

મુખ્યમંત્રીની અપીલઃ લોકડાઉનને અનુસરો : ભંગ કરનાર સામે આકરા પગલા…

મુખ્યમંત્રી રૂપાણીએ વિધાનસભામાં કરી જાહેરાત : ત્રીજા તબક્કામાં વાયરસ ઝડપથી પ્રસરે છે…

ગાંધીનગર :  ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂકયો છે.

કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજયો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ગઈ કાલે સુધી ગુજરાતમાં કોરોનાના ૧૮ કેસ હતાં જે આજે ૩૦ થયા. એટલે કે એક જ દિવસમાં ૧૨ કેસ વધ્યાં. તેમણે કહ્યું કે હવે મલ્ટીપલ અસર જોવા મળશે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં તે એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ઝડપથી પ્રસરે છે. એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થાય છે. જે ખુબ ઘાતક પરિસ્થિતિ ગણાય છે.

વિજયભાઇ રૂપાણીએ આ સાથે એમ પણ કહ્યું કે કોરોના વાયરસથી બચવાનો એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટરન્સ રાખવું. લોકો ઘરમાંથી બહાર ન નીકળે. ૩૧ માર્ચ સુધી જો આપણે આ વસ્તુ જાણીશું તો ઓછામાં ઓછા લોકોને તેની અસર થશે. માણસ ન હોય તો આપણને મજા ન આવે તે પ્રકારનો આપણો સ્વભાવ છે. સતત લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને એટલે જ કોરોનાનો વ્યાપ વધવાની પૂરતી શકયતા છે.

Related posts

સીએએના વિરોધની અસર પતંગ બજાર પર પડી, ૪૦ ટકા ધંધો ઓછો થયો…

Charotar Sandesh

દેશનો સર્વપ્રથમ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક બાલાસિનોર ખાતે કાર્યરત થશે : જાણો, શું છે વિશેષતાઓ…

Charotar Sandesh

પોલીસ પ્રત્યે પ્રજાના રોષના કારણ જાણવા આ આઈપીએસ ‘કોફી વીથ વિપુલ’ કાર્યક્રમ યોજશે… જાણો…

Charotar Sandesh