Charotar Sandesh
ગુજરાત

ગુજરાત યુનિનો ત્રીજીવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર, બે તબક્કામાં યોજાશે ઓફલાઈન પરીક્ષા…

અમદાવાદ : ગુજરાત યુનિ.દ્વારા ઓફલાઈન પરીક્ષા માટે નવો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૩ સપ્ટેમ્બરથી અને ૧૨ સપ્ટેમ્બરથી એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે.જ્યારે ઓનલાઈન પરીક્ષા માટે માંડ ૧૫ ટકા વિદ્યાર્થીએ પસંદગી આપતા હવે ઓફલાઈન પરીક્ષા ઓનલાઈન પરીક્ષા પહેલા લઈ લેવાશે.જ્યારે ઓનલાઈન પરીક્ષા ૨૦ સપ્ટેમ્બર પછી લેવાય તેવી શક્યતા છે. ગુજરાત યુનિ.ને કોરોનાને કારણે બેથી ત્રણ વાર પરીક્ષાઓ લેવાનું નક્કી કરાયા બાદ મોકુફ કરવાની ફરજ પડી હતી.છેલ્લે ૨૧ ઓગસ્ટથી બે તબક્કામા લેવાનાર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયા બાદ પરીક્ષા મોકુફ કરવામા આવી હતી.
ત્યારે હવે યુનિ.ની શાખનો પ્રશ્ન હોઈ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી હોવાથી વિદ્યાર્થી હિતનો પ્રશ્ન હોઈ કોઈ પણ હિસાબે સપ્ટે.માં પરીક્ષા લઈ લેવાનો મક્કમ નિર્ધાર કરવામા આવ્યો છે.યુનિ.દ્વારા ત્રીજી વાર પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો છે. આ નવા પરીક્ષા કાર્યક્રમ મુજબ ૩ સપ્ટેમ્બરથી અને ૧૨ સપ્ટેમ્બરથી એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે.કુલ ૨૪ પરીક્ષાઓમાં પ્રથમ તબક્કામાં ૩ સપ્ટેમ્બરથી એમ.એ સેમેસ્ટર ૪ તથા એલએલએબી સેમેસ્ટર ૨,૪ અને ૬ તથા એલએલએમ સેમેસ્ટર ૧ અને ૩ની પરીક્ષાઓ લેવાશે. ત્યારબાદ ૧૨ સપ્ટે.થી બીજા તબક્કામાં બીબીએ,બીસીએ-બીકોમ,બીએ તથા બીએસસી સેમેસ્ટર ૬ તથા એલએલએમ સેમેસ્ટર-૨ની પરીક્ષા લેવાશે.
યુનિ.દ્વારા એમએસસી સહિતના પીજીના અનેક વિવિધ કોર્સમાં ઓનાલઈન અને ઓફલાઈન બંને રીતે વિભાગીય સ્તરે જ પરીક્ષાઓ લેવાઈ જતા યુનિ.એ હવે પરીક્ષાઓ ઓછી લેવાની થશે અને હવે લેવાનારી ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થી સંખ્યા પણ ઘટતા ૬૦ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. યુનિ.દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા વિકલ્પ પસંદગી માટે કરાયેલા રજિસ્ટ્રેશનની વધારેલી મુદ્દત પણ આજે પૂર્ણ થઈ ગઈ છે.

Related posts

૨૦૨૦માં ગુજરાતના આ શહેરમાં તૈયાર થશે નવ ટાવર : બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડશે

Charotar Sandesh

તંત્ર ખોટી રીતે પરેશાન કરતું હોય તો લોકોએ મારો અથવા મારા કાર્યાલયનો સંપર્ક કરવો : ગૃહમંત્રી

Charotar Sandesh

ભાડાનું રાજકારણ : કેન્દ્ર અને કોંગ્રેસના વિવાદોની વચ્ચે ફસાયેલા પરપ્રાંતિયો મૂંઝવણમાં મુકાયા…

Charotar Sandesh