Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાથમિક સંવર્ગની બેઠક યોજાઈ…

ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાથમિક સંવર્ગની બેઠક સ્ટેચ્યુ ઓફ યુનિટી નવાગામ કેવડીયા કોલોની શ્રી રામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે નર્મદા જિલ્લામાં રાજ્ય કારોબારીની બેઠક યોજાઈ…

સુરેન્દ્રનગર : તારીખ 16/2/2020 ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સલગ્ન ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની પ્રાથમિક સંવર્ગની બેઠક સ્ટેચ્યુ ઓફ યુનિટી નવાગામ કેવડીયા કોલોની શ્રી રામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે નર્મદા જિલ્લામાં રાજ્ય કારોબારીની બેઠક યોજાઈ. જેમાં રાજ્ય કારોબારી ની નવિન રચના કરવામાં આવી તથા શિક્ષકો ના પ્રશ્નો અંગે વ્યાપક ચર્ચા કરી લડત કાર્યક્રમ આપવા ઠરાવ પસાર કરવામાં આવ્યો.

જેનો કાર્યક્રમ નીચે મુજબ રહ્યો…
– આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી શરૂઆત કરી જિલ્લાના હોદ્દેદારો નો પરિચય કરાવ્યો
– ત્યારબાદ મહા સંઘ મહામંત્રી રતુભાઈ ગોળ દ્વારા અગાઉના કાર્યક્રમ ની સમીક્ષા કરી
– ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના મોહનજી પુરોહિત દ્વારા આગામી દરેક જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી પહોંચવા માટેનું માર્ગદર્શન આપ્યું…
– ત્યારબાદ મહાસંઘના રાજ્ય પ્રમુખશ્રી ભીખાભાઇ પટેલ દ્વારા રાજ્ય લેવલ ના પ્રશ્નો ની સમીક્ષા કરવામાં આવી જેવાકે 4200 ગ્રેડ પે બાબતે કમીટી ની રચના થઈ છે તે તાત્કાલિક નિર્ણય આપે
– 4200 બાબતે તાત્કાલિક સોલ્યુશન નહિ આપવામાં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટુંક સમય માં મહારેલી નું આયોજન કરવામાં આવશે તેવી પ્રમુખ દ્વારા આજે જાહેરાત કરવામાં આવેલી છે…
– બદલી કેમ્પ સત્વરે કરવા એસપીએલ બાબતે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરી દરેક જિલ્લામાં એક સૂત્રતા જળવાય તે જોવું
– પ્રવૃત્તિ અને કાર્યક્રમનો અતિરેક બંધ કરવો
– સી એલ જે દર વર્ષે ૧૨ મળે છે તેની જગ્યાએ 15 કરવી
– mdm નો સમય હાલ જે છે તેના કરતા વહેલો કરવો
–  શિક્ષકોની ઘટ તાત્કાલિક પૂર્ણ કરવી
– પ્રાથમિક શાળાના શિક્ષકો ક્લાસ ટુ ની પરીક્ષા આપી શકે તેવું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવું
– ccc પાસ વાળાને મૂળ તારીખથી લાભ અપાવવો
– સાતમા પગાર પંચ મુજબ તાત્કાલિક લાભ આપવા
– 10 વર્ષ ના બોન્ડ વાળા શિક્ષકો માટે અરસ પરસ બદલી કરી શકાશે તેવી રજૂઆત સરકાર માં કરેલ છે ટુંક સમય માં નિરાકરણ આવશે…
– htat આચાર્યો ને વિદ્યાર્થી રેશિયો ઘટાડી ને મૂળ શાળા માં લેવાશે તેવી રજૂઆત કરેલ છે
– એકમ કસોટી ધોરણ 6 થી 8 માં પંદર દિવસે યોજાય તેવો પરિપત્ર કરવો….વગેરે વગેરે આં ઉપરાંત બીજા અન્ય પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી.

રાજ્ય કારોબારી સમિતી માં સુરેન્દ્રનગર જીલ્લામાથી બ્રિજરાજસિંહ ખુમાનસિંહ રાણા (ઝમર)ને પ્રદેશ મંત્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યની જવાબદારી આપવામા આવેલ છે.

રાજ્ય કારોબારી બેઠક માં માન.મોહનજી પુરોહિત… અખિલ ભારતીય સચિવ… ગુજરાત ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ… તથા ગુજરાત ના મહામંત્રી રતુભાઇ ગોળ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

  • ભગીરથસિંહ રાણા, સુરેન્દ્રનગર

Related posts

શાળામાં આગ લાગતા અફરાતફરી મચી..!! એનઓસી ન હોવાથી સીલ કરાઈ…

Charotar Sandesh

કોરોનાની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશે : વિજય રૂપાણી

Charotar Sandesh

હવે પાંજરાપોળ પોતાની જમીનમાં ઘાસચારાનું ઉત્પાદન કરી શકશે…

Charotar Sandesh