Charotar Sandesh
ઈન્ડિયા

ગોવામાં કોરોના વાયરસ સંક્રમણથી પ્રથમ મોત : રાજ્યમાં કુલ ૭૫૪ કેસ…

પણજી : ગોવામાં કોરોના વાઈરસ સંક્રમણથી પ્રથમ મોત નીપજ્યુ છે. અહીં કોરોના પીડિત ૮૫ વર્ષીય વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધા. આની જાણકારી ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ આપી છે.

સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ ટ્‌વીટર પર લખ્યુ, એ જણાવતા દુઃખ થઈ રહ્યુ છે કે સત્તારીના મોલેમમાં ૮૫ વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટીવ આવ્યો હતો અને તેમનુ મોત નીપજ્યુ છે. તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. રાજ્યમાં કોવિડ-૧૯થી આ પહેલુ મોત થયુ છે.

ગોવામાં અત્યાર સુધી કોરોનાના કુલ ૭૫૪ કેસ સામે આવ્યા છે જ્યારે ૧ સંક્રમિત દર્દીનુ અત્યારે મોત નીપજ્યુ છે. અહીં કોરોનાના સંક્રમણના ઝડપથી ફેલાવાના સમાચાર સામે આવ્યા છે.

દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા સવા ચાર લાખના આંકડાને પાર કરી ચૂકી છે.

Related posts

દુનિયામાં દર ૧ મિનિટે ૧૧ વ્યક્તિના ભૂખમરાના કારણે મોત થાય છે ! : રિપોર્ટ

Charotar Sandesh

‘કમળને વોટ આપવો હતો પરંતુ પરાણે પંજાને અપાવડાવ્યો’ઃ સ્મૃતિ ઇરાનીએ વીડિયો શેર કયા

Charotar Sandesh

જયશ્રી રામ : નવા યુગનો સૂર્યોદય : માત્ર અયોધ્યા નહી, પૂરો દેશ ૨ામમય : મંદિ૨ોમાં શણગા૨-મહાઆ૨તી

Charotar Sandesh