Charotar Sandesh
વર્લ્ડ

ચીનનો પલટવાર : અમેરિકાને ચેંગદૂમાં દૂતાવાસ બંધ કરવા આદેશ…

અમેરિકાએ ટેક્સાસ અને હ્યૂસ્ટનમાં ચીની એમ્બેસી બંધ કરી હતી…

USA : અમેરિકા અને ચીન વચ્ચે તણાવનો માહોલ છે. હાલમાં જ અમેરિકાએ ચીનને હ્યૂસ્ટનમાં સ્થિત દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેની વિરુદ્ધ કાર્યવાહી કરતા ચીને પણ ચેંગદૂમાં અમેરિકાને દૂતાવાસને બંધ કરવા માટે જણાવ્યું છે.
ચીને એક નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, ચીનના વિદેશ મંત્રાલયે ચેંગદૂમાં અમેરિકાના દૂતાવાસનું સંચાલન બંધ કરવા જણાવ્યું છે. મંત્રાલયના કાન્સુલેટ જનરલ દ્વારા કરવામાં આવી રહેલા કાર્ય અને કાર્યક્રમો પર રોક લગાવવાને લઈને કેટલાક ખાસ નિયમોની જાણકારી પણ આપી છે.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૧ જુલાઈના રોજ અમેરિકાએ ચીનની વિરુદ્ધ એક તરફી વિરોધ પગલા લેતા અચાનકથી જણાવ્યું કે હ્યૂસ્તટમાં સ્થિતિ દૂતાવાસને બંધ કરવો પડષે. અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના સામાન્ય નિયમ અને ચીન-અમેરિકાના વાણિજ્ય સમજૂતિનું ઉલ્લંઘન કરે છે. આનાથી ચીન- અમેરિકાના સંબંધો પર ગંભીર અસર પડી છે
ચીને નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, હાલ ચીન અને અમેરિકાના સંબંધ એવા નથી જેવા અમે જોવા માગીએ છીએ અને આના માટે અમેરિકા જવાબદાર છે. ફરી એક વખત અમે આગ્રહ કરીએ છીએ કે તેઓ તાત્કાલિક ખોટો નિર્ણય પરત ખેંચે અને બંને દેશોના સંબંધોના સામાન્ય કરવા માટે જરૂરી સ્થિતિ પેદા કરે.

  • Nilesh Patel

Related posts

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૨૭૧૫ના મોત, ૪૦૧ નવા કેસ…

Charotar Sandesh

વિદેશ પ્રવાસ માટે નાણાં વાપરવામાં ભારતીયો અવ્વલ નંબરે : એક જ મહિનામાં અધધ… ડોલર વાપરી નાખ્યા…

Charotar Sandesh

ભારતના 66% સ્માર્ટફોન માર્કેટ પર ચાઈનીઝ કંપનીઓનો કબજો

Charotar Sandesh