Charotar Sandesh
ઈન્ડિયા

ચીનનો હુમલો પહેલાથી પ્રી-પ્લાન હતો,કેન્દ્ર સરકાર સૂતી રહીઃ રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી : ભારત અને ચીનની સરહદ પર થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેના ૨૦ જવાન શહીદ થઇ ગયા, આ ઘટનાને લઇને દેશમાં જનતાનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મામલે સતત મોદી સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી સર્વદળીય બેઠક પહેલા રાહુલ ગાંધીએ એકવાર ફરી સરકાર પર આકરા પ્રહાર કરતાં સવાલ કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનનો હુમલો પહેલાથી પ્રી-પ્લાન હતો, પરંતુ કેન્દ્ર સરકાર સુતી રહી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન સાથે થયેલી હિંસક ઝડપને લઇને આજે ટિ્‌વટ કર્યું અને ત્રણ મુદ્દાઓને ઉઠાવ્યાં. રાહુલ ગાંધીએ લખ્યું કે હવે એ નક્કી થયું ગયું છે કે ચીને જે ગલવાનમાં હુમલો કર્યો તે પહેલાથી જ પ્રી-પ્લાન કરેલ હતો, ભારત સરકાર આ દરમિયાન સુતી જોવા મળી અને પરેશાનીને ટાળતી રહી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સાથે લખ્યું કે મોદી સરકારની લાપરવાહીનું પરિણામ આપણા જવાનોને ભોગવવું પડ્યું.

Related posts

મુંબઈ પર સળંગ ત્રીજા દિવસે મેઘ કૃપા, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા…

Charotar Sandesh

સમયે સમયે નોટો-સિક્કાઓના આકાર-ફીચર્સ શા માટે બદલો છો : બોમ્બે હાઇકોર્ટ

Charotar Sandesh

બેકાબૂ બનેલું ચાઈનીઝ રોકેટ ‘માર્ચ ૫બી’ માલદિવ્સના દરિયા નજીક ક્રેશ…

Charotar Sandesh