Charotar Sandesh
વર્લ્ડ

ચીનમાં કોરોના વાયરસના ૪૨૬નાં મોત, ૩૨૩૫ નવા કેસ નોંધાયા…

હોંગકોંગમાં કોરોનાથી પીડિત એક વ્યક્તિનું મોત, એર ઇન્ડિયાએ ઉડાનો રદ્દ કરી…

શરદી-ખાંસીની ફરિયાદ પછી ૫ લોકોને દિલ્હીની સૈન્ય હોસ્પિટલ મોકલવામાં આવ્યા…

હોંગકોંગ : ચીનથી ફેલાયેલા ઘાતક કોરોના વાયરસથી પીડિત ૩૯ વર્ષના એક વ્યક્તિનું હોંગકોંગમાં મોત થયું. અહીં આ વાયરસથી સંક્રમિત કોઇ વ્યક્તિના મોતનો પહેલો કેસ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ તેની પુષ્ટિ કરી. ચીનની બહાર આ વાયરસે કોઇનો જીવ લીધો હોય તેવો આ બીજો કિસ્સો છે. આની પહેલાં ફિલિપાઇન્સમાં એક વ્યક્તિનું મોત આના લીધે થયું હતું. એર ઇન્ડિયાએ હોંગકોંગની ઉડાનો રદ્દ કરી દીધી છે. ચીનના માનેસરની તપાસ શિબિરમાં લાવવામાં આવેલા લોકોમાં પાંચને શરદી-ખાંસીની ફરિયાદ પછી ઓબ્ઝર્વેશન અને સારવાર માટે દિલ્હી કેન્ટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમના સેમ્પલને એમ્સ મોકલવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે અન્ય ચારનો રિપોર્ટ નથી આવ્યો.
હોસ્પિટલના એક પ્રવકતાએ કહ્યું કે મૃતક કોંગકોંગના રહેવાસી હતા, જે ૨૩મી જાન્યુઆરીના રોજ હાઇ સ્પીડ રેલવે લિંક દ્વારા ચીનના વુહાનથી શહેર પાછા આવ્યા હતા. આ સંક્રમણથી મોટાભાગના લોકોના મોત હુબેઇ પ્રાંતમાં થયા છે. હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનું શરૂ થયું હતું અને હવે સંક્રમણ ૨૦થી વધુ દેશોમાં ફેલાઇ ચૂકયું છે.
આ ઘાતક કોરોના વાયરસના લીધે મૃતકોની સંખ્યા ૪૨૬ થઇ ગઇ અને તેના ૨૦૪૩૮ કેસની પુષ્ટિ થઇ છે. હોંગકોંગના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે મોતના સંબંધમાં વિસ્તૃત માહિતી મંગળવાર બપોર સુધીમાં રજૂ કરાશે. કેટલીય મીડિયા એજન્સીઓના સૂત્રોના હવાલે કહ્યું કે વ્યક્તિને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીય સમસ્યાઓ હતી, આથી તેની સારવારમાં મુશ્કેલી આવી. વાયરસના વધતા પ્રકોપને જોતા હોંગકોંગના નેતાએ ગઇકાલે બે સરહદોને છોડીને ચીન સાથે લાગેલી તમામ સરહદોને બંધ કરવાની જાહેરાત કરી હતી. હોંગકોંગમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧૫ કેસની પુષ્ટિ થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૩મા પણ સાર્સ વાયરસના કહેરથી હોંગકોંગમાં અંદાજે ૩૦૦ લોકોના જીવ ગયા હતા.
ચીનમાં કોરોના વાઈરસનો પહેલો કેસ ડિસેમ્બરમાં વુહાનમાં નોંધાયો હતો. ૨૦થી વધારે દેશમાં તેનું ઈન્ફેક્શન ફેલાયું છે. ડબ્લ્યુએચઓએ ૩૧ જાન્યુઆરીએ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દીધી છે જેથી મહત્વના પગલા લઈ શકાય. અત્યાર સુધી જાપાનમાં ૨૦, થાઈલેન્ડમાં ૧૯, સિંગાપોરમાં ૧૮, હોંગકોંગ અને દક્ષિણ કોરિયામાં ૧૫-૧૫, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં ૧૨-૧૨, તાઈવાનમાં ૧૦, અમેરિકામાં ૧૧, મકાઉ, મલેશિયા અને વિયતનામમાં ૮-૮, ફ્રાન્સમાં ૬, યુએઈમાં ૫, કેનેડામાં ૪, ઈટાલી, રશિયા, ફિલિપાઈન્સ, બ્રિટનમાં ૨-૩, ભારતમાં ૩, નેપાળ, કંબોડિયા, સ્પેન, ફિનલેન્ડ, સ્વીડન અને શ્રીલંકામાં ૧-૧ કેસ નોંધાયો છે.

Related posts

આકાશમાંથી ચંદ્રયાન-૨ પસાર થતાં ડરી ગયા ઓસ્ટ્રેલીયાના લોકો : કહ્યું- ‘એલિયન છે’

Charotar Sandesh

યુએસએના નોર્થકેરોલીનાના રાલેમાં બીજેપી ચેપ્ટરની સંગઠન મીટીંગ યોજાઇ…

Charotar Sandesh

‘જોકરે’ ૬ હજાર કરોડનો બિઝનેસ કર્યો, ચાહકોની ઓસ્કર અવોર્ડ આપવાની માગ…

Charotar Sandesh