Charotar Sandesh
વર્લ્ડ

ચીનમાં મેરેથોન દોડમાં ૨૧ દોડવીરોના મોતથી હાહાકાર મચ્યો…

બેઇજિંગ : ચીનના ગાંસૂ પ્રાંતમાં આયોજીત ક્રોસ-કન્ટ્રી માઉન્ટેન મેરેથોન દરમ્યાન ૨૧ દોડવીરના મોત થયા છે. ગાત્ર થીજવતી કડકડતી ઠંડીમાં આયોજીત ૧૦૦ કિલોમીટરની આ દોડમાં સેંકડો દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોન જિંગતાઇ કાઉન્ટીના યેલો રિવર સ્ટોન ફોરેસ્ટ ટુરિસ્ટ સાઇટમાં આયોજીત કરાઇ હતી. ત્યારે કદાચ આયોજકોને એ અંદાજો નહોતો કે આ દરમ્યાન ૨૧ દોડવીરના મોત થઇ જશે. કહેવાય છે કે બરફવર્ષા, ભારે વરસાદ અને આંધી જેવા ખરાબ હવામાનમાં ફસાતા આ દોડવીરોના મોત થયા.

ગાંસૂ મેરેથોનનું આયોજન ગયા મહિને ૨૩મી મેના રોજ કરાયું હતું. રાહત અને બચાવ કામ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે તમામ મૃતક દોડવીર ભીષણ ઠંડીના લીધે હાઇપોથર્મિયાનો શિકરા બન્યા હતા. મૃતક દોડવીરોમાં મોટાભાગના ચીની નાગરિક છે. ચીનના સરકારી મીડિયા સીજીટીએને કહ્યું કે મૃતક દોડવીરોમાં લિઆંગ જિંગ અને હુઆંગ ગુઆનજુનનું નામ પણ સામેલ છે. આ બંને ચીનના ટોચના સ્થાનિક મેરેથોન રનર છે.

ગાંસૂ મેરેથોનની શરૂઆત ૨૦૧૮માં કરાઇ હતી. ચીની એથલેટિક એસોસીએશને આ દોડને બ્રોન્ઝ મેડલ ઇવેન્ટનું નામ અપાયું છે. તેમાં મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં દોડ હોય છે. પહેલી કેટેગરીમાં ૫ કિલોમીટર, બીજી કેટેગરીમાં ૨૧ કિલોમીટર અને ત્રીજી કેટેગરીમાં ૧૦૦ કિલોમીટરની દોડ હોય છે. ક્રોસ કંટ્રી મેરેથોનને ખૂબ જ જોખમભરી દોડ મનાય છે.
દુનિયાના સૌથી કઠિન ક્રોસ કંટ્રી દોડમાંથી એક ચીનની આ મેરેથોનને દુનિયાને સૌથી કઠિન ક્રોસ કંટ્રી દોડમાં ગણના થાય છે. આ દોડવીરોને દરિયા સપાટીથી ૨૦૦૦ મીટરની ઊંચાઇ પર પોતાનો દમખમ લગાવાનો હોય છે. આ દોડનો મોટાભાગનો રસ્તો વેરાન છે. આ સિવાય કોઇપણ દોડવીરને આ રેસને પૂરી કરવા માટે ૨૦ કલાકની અંદર લક્ષ્યાંક સુધી પહોંચવું જરૂરી છે. ૧૦૦ કિલોમીટરની દોડ માટે ૯ ચેકપોઇન્ટ બનાવ્યા હતા. જેમાં આ દુર્ઘટના ચેકપોઇન્ટ નંબર-૨ (૨૪ કિલોમીટર) અને ત્રણ (૩૨.૫ કિલોમીટર)ની બની હતી.

ચીની મીડિયાના અનુસાર આખી દોડમાં આ ભાગને સૌથી ખતરનાક મનાય છે. તેમાં હરિફ દોડવીરોને રેતી અને પર્વતોથી બનેલા આકરા ચઢાણ પરથી પસાર થવું પડે છે. ખરાબ હવામાનના લીધે અહીંની પરિસ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ. હવામાનના મારને જોતા કેટલાંક દોડવીરોએ દોડ છોડી દીધી, જ્યારે કેટલાંક એવા પણ હતા જે વેરાન જગ્યાઓ પર એકલા ફસાઇ ગયા. તેજ પવને તેમના થર્મલ કંબલને ફાડી નાંખ્યા. તેનાથી તેમના શરીરનું તાપમાન ખતરનાક રીતે નીચે જતું રહ્યું.

Related posts

ટ્રમ્પ પ્રશાસને ખોલ્યા દરવાજા : H-1B વિઝા માટેની અરજીઓ એપ્રિલ 2020થી સ્વીકારશે…

Charotar Sandesh

હવે કોરોના સાથે જીવતા શીખી લો, યુવાનોને પણ છે મોતનો ખતરો : WHO

Charotar Sandesh

કોરોનાએ બુલેટ ટ્રેનની ઝડપ પકડી : ૧૦૦ કલાકમાં ૧૦ લાખ પોઝિટિવ કેસ

Charotar Sandesh