Charotar Sandesh
વર્લ્ડ

ચીને લદ્દાખ નજીક એલઓસી પર ૬૦,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત કર્યા : અમેરિકા

ચીન સામે એક થયા અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા, ટોક્યોમાં થઈ વિદેશમંત્રીઓની મુલાકાત

USA : ચીને ભારત સામે નિયંત્રણ રેખા પર ૬૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓએ ચીનના આ વર્તન પર તેની ટીકા કરતા જણાવ્યું હતું કે તેનાથી ચીન અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી રહ્યું છે. મંગળવારે જ આ ચારેય દેશના પ્રતિનિધિઓની ટોક્યોમાં મંગલવારે મુલાકાત થઈ હતી.
ચારેય દેશો વચ્ચે ચીન દ્વારા નિયંત્રણ રેખા પર અખત્યાર કરવામાં આવેલા આક્રમક સૈન્ય રુખ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે હાલ નિયંત્રણ રેખા પર તણાવ ચાલી રહ્યો છે, અને ચીને પૂર્વ લદ્દાખની નિયંત્રણ રેખા પર પોતાના હજારો સૈનિકો તૈનાત કર્યા હોવાના દાવા કરાઈ રહ્યા છે.
અમેરિકાના વિદેશ મંત્રીએ મંગળવારે ટોક્યોમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રી પણ હાજર હતા. આ ચારેય દેશોના સંગઠનને ’ક્વાડ’ તરીકે સંબોધવામાં આવે છે. આ ચારેય દેશ સામે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી સીધો પડકાર ઉભી કરી રહી છે.
એક ઈન્ટર્વ્યુમાં અમરિકન અમેરિકન વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ક્વાડ દેશોએ આ મામલે લાંબો સમય સુધી ધ્યાન નહોતું આપ્યું. ચાર દાયકા સુધી પશ્ચિમી વિશ્વએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીને પોતાની મનમાની કરવાનો મોકો આપ્યો. અગાઉની સરકારોએ પણ તેની સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. જેનાથી ચીને ના માત્ર આપણી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની ચોરી કરી, પરંતુ સાથે જ આપણી લાખો નોકરીઓ પણ ભરખી ગયું.
પોમ્પિઓએ એમ પણ જણાવ્યું હતું કે, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સારી રીતે સમજી ગયા છે કે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી તેમના માટે ખતરો બની રહી છે. આખી દુનિયા પણ હવે જાગી છે. તેવામાં અમેરિકા તેનો સામનો કરવા માટે આ ત્રણેય દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે.

  • Nilesh Patel

Related posts

રિતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ ૫ જૂને ચીનમાં રિલીઝ થશે

Charotar Sandesh

ન્યૂજર્સીના બીએપીએસ મંદિરમાં એફબીઆઇના દરોડા પડતા હાહાકાર મચ્યો…

Charotar Sandesh

યુએસમાં ગુજરાતીઓએ ગરબાની રમઝટ બોલાવી : કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો, જુઓ તસ્વીર

Charotar Sandesh