Charotar Sandesh
વર્લ્ડ

ચૂંટણીના પરિણામમાં વિલંબ થયો તો અમેરિકામાં હિંસા ફાટી નિકળશે…

ફેસબુકના સીઇઓ-સ્થાપક ઝુકરબર્ગની ચેતવણી…

USA : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બચ્યા છે પણ ચૂંટણીને લઈને અમેરિકામાં સ્થિતિ સ્ફોટક હોવાનુ ફેસબૂકના સીઈઓ અને સ્થાપક માર્ક ઝુકરબર્ગના નિવેદન પરથી લાગી રહ્યુ છે.
ઝુકરબર્ગે કહ્યુ છે કે, જો કોરોના સંક્રમણની વચ્ચે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો કે મતગણતરીમાં ગરબડના આક્ષેપ થયા તો અમેરિકામાં નાગરિકો વચ્ચે હિંસા ફાટી નિકળે તેવી શક્યતાઓ છે.
ઝુકરબર્ગે ફેસબૂક અને સોશ્યલ મીડિયા સાઈટ્‌સને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે.તેમણે કહ્યુ હતુ કે, સોશ્યલ મીડિયા માટે અને ખાસ કરીને ફેસબૂક માટે આ અગ્નિ પરીક્ષાની ઘડી છે.ફેસબૂક પર ખોટા મેસેજનો પ્રચાર થતો રોકવા માટે નક્કર પગલા લેવા પડશે.
ઉલ્લેખનીય છે કે, ફેસબૂક પર ચૂંટણી પ્રચારમાં કોઈની તરફેણ કરવાના આરોપ લાગતા રહ્યા છે.ચાર વર્ષ પહેલાની ચૂંટણીમાં પણ વોટરો સાથે છેતરપિંડી કરવાના આક્ષેપ ફેસબૂક પર થયા હતા.વિરોધ પક્ષોએ ફેસબૂક પર ચૂંટણી પ્રચારને નબલો પાડવાનો આરોપ લગાવ્યો હતો.જેના પગલે આ વખતે ફેસબૂક પર પોલિટિકલ એડ આપવાના નિયમો આકરા કરી દેવાયા છે.આમ છતા ડેમોક્રેટિક પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, ફેસબૂકે અમારી એડ પોસ્ટ નથી કરી અને ટ્રમ્પની એડ હજી ફેસબૂક પર દેખાઈ રહી છે.

Naren Patel

Related posts

તાલિબાનમાં અમેરિકાએ જાહેર કર્યું એલર્ટ

Charotar Sandesh

USA : ૧૫ ઓગસ્ટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવરમાં અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો ફરકાવાશે

Charotar Sandesh

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર હરમન કેનનું કોરોનાથી નિધન…

Charotar Sandesh