નવા બિહાર માટે નીતીશ કુમારે નિભાવી અગત્યની ભૂમિકા : મોદી
પટના : બિહાર વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે પીએમ મોદીએ આજે બિહારને ૯૦૦ કરોડની પેટ્રોલિયમ યોજનાઓની ભેટ આપી છે. પીએમએ આજે વિડિયો કોન્ફરન્સિંગથી દુર્ગાપુર-બાંકા એલપીજી પાઈપલાઈન યોજના તેમજ બે ગેસ બોટલિંગ પ્લાન્ટનુ ઉદઘાટન કર્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે, ગેસ પાઈપલાઈનના કારણે બિહારમાં ખાતર, વીજળી અને સ્ટીલ સેક્ટરના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને પ્રદુષણ પણ ઓછુ થશે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમારે ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ બિહારનું લક્ષ્ય પૂરું કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન એમ પણ કહ્યું કે છેલ્લા અનેક વર્ષોથી બિહાર વિકાસના મામલમાં પાછળ હતું. તેનું કારણ રાજકારણ સહિત કેટલાક અન્ય પણ કારણ હતા. તેઓએ કહ્યું કે એક એવો પણ સમય આવ્યો જ્યારે બિહારમાં સારી રોડ કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર ચર્ચા નહોતી થતી.
વડાપ્રધાને મોદીએ કહ્યું કે, બિહારે અનેક સમસ્યાઓ સહન કરી છે. પરંતુ નીતીશ કુમારે ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ બિહારના લક્ષ્ય પ્રાપ્તિ માટે અગત્યની ભૂમિકા નિભાવી છે. તેઓએ એમ પણ કહ્યું કે બિહારને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની અગત્યની જવાબદારી નિભાવી છે. આપણે બિહારમાં સુશાસન નિશ્ચિત કરવું જોઈએ. છેલ્લા ૧૫ વર્ષમાં કરવામાં આવેલા સારા કામો ચાલુ રહેવા જોઈએ.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે બિહારને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની અગત્યની ભૂમિકા નિભાવી છે. આપણે બિહારમાં સુશાસન નિશ્ચિત કરવું જોઈએ. હું નીતીશજીને આગ્રહ કરીશ કે રઘુવંશ પ્રસાદજીએ પોતાના અંતિમ પત્રમાં જે ભાવના રજૂ કરી હતી તેને પરિપૂર્ણ કરવા માટે તમે અને આપણે સૌ મળીને તમામ પ્રયાસ કરીએ.
આઈઓસી દ્વારા બનાવાયેલી ૧૯૩ કિલોમીટરની દુર્ગાપુર-બાંકા પાઈપલાઈન હલદિયા-દુર્ગાપુર પાઈપલાઈન વિસ્તરણ પ્રોજેક્ટનો એક હિસ્સો છે.જેનો શિલાન્યાસ ૨૦૧૯માં કરાયો હતો.જેનો એક ભાગ તૈયાર થઈ ચુક્યો છે.
આ સિવાય એલપીજી બોટલિંગ પ્લાન્ટનુ પણ પીએમ મોદીએ ઉદઘાટન કર્યુ હતુ.બાકામાં આવેલા પ્લાન્ટમાં ૧૩૧ કરોડનુ રોકાણ કરાયુ છે.જેનાથી આસપાસના જિલ્લાઓની ગેસની જરુરિયાત પૂરી થશે.પૂર્વી ચંપારણમાં ૧૩૬ કરોડના ખર્ચે બનેલા બોટલિંગ પ્લાન્ટનુ પણ પીએમ મોદીએ આજે ઉદઘાટન કર્યુ હતુ.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ગેસ આધારિત ઉદ્યોગો અને પેટ્રો કનેક્ટિવિટીથી રોજગારીના નવા અવસર પુરા થશે તેમજ બિહારના લોકોને ગેસની અને સીએનજીની સુવિધા પણ મળશે.