Charotar Sandesh
ઈન્ડિયા

છેડતીથી બચવાના પ્રયાસ દરમ્યાન વિદ્યાર્થીનીનું માર્ગ અકસ્માતમાં મોતઃ પિતાનો હત્યાનો આક્ષેપ

ઉત્તપ્રદેશમાં દીકરીઓ ભગવાન ભરોસે, યુવતીએ અમેરિકામાં ૩.૮૩ કરોડની સ્કોલરશિપ મેળવી હતી…

બુલંદશહર : સુદીક્ષાની ઉંમર માંડ ૧૮-૧૯ વર્ષન હતી પરંતુ તેના સપના મોટા હતા. સમાજમાં બદલાવ માટે તે કંઇપણ કરવા માંગતી હતી પરંતુ મનચલોની કાયરતાભરી હરકતે એક ઝાટકામાં ખત્મ કરી નાંખ્યું. મામાના ઘરે જઇ રહેલ બુલંદશહેરની સુદીક્ષા ભાટીની છેડતી દરમ્યાન બાઇક પરથી પડી જવાથી મોત થયું. પોલીસ આ કેસને એક રોડ અકસ્માત કહી રહી છે. તો વિદ્યાર્થીનીના પિતાનું કહેવું છે કે આ એક્સિડન્ટ નહીં મર્ડર છે.
સુદીક્ષાના પિતા જીતેન્દ્ર ભાટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પોલીસે હજુ સુધી અમારી સાથે કોઇ સંપક્ર કર્યો નથી. ના તો કેસમાં એફઆઇઆર નોંધાવી છે. પોલીસ સ્થળ પર આવી ગઇ હતી અને બધી ખબર છે કે શું થયું હતું તો પછી એફઆઇઆર કેમ ના નોંધી. જીતેન્દ્ર ભાટીએ આગળ કહ્યું કે પોલીસ તેને અકસ્માત કેસ બતાવી રહી છે પરંતુ આ અકસ્માત થયો નથી પરંતુ કરાવ્યો છે. આ જાણીજોઇને મર્ડર કરાયુ છે પરંતુ એક પણ આરોપી હજુ સુધી પકડાયો નથી.
તો બીજીબાજુ પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ બુલંદશહેરની સુદીક્ષા ભાટીના મોતના મામલા પર ટ્‌વીટ કરી છે. માયાવતીએ આ કેસમાં દોષિતોની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની માંગણી કરી છે.
તો બુલંદશહેર પોલીસનું કહેવું છે કે ઔરંગાબાદ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે એક રોડ અકસ્માત થયો છે. પોલીસ સ્થળ પર પહોંચી. ત્યાં ખબર પડી કે સુદીક્ષા પોતાના ભાઇ સાથે મામાના ઘરે જઇ રહી હતી. ત્યાં અકસ્માત થયો. પ્રત્યક્ષદર્શીથી પણ પૂછપરચ્છ કરાઇ તો તેમણે કહ્યું કે સામેથી એક બુલેટ બાઇક આવી રહ્યું હતું.
સુદીક્ષા ભાટી અમેરિકાની બોબસન કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેને ૩.૮ કરોડ રૂપિયાથી વધુની સ્કોલરશિપ મળી હતી. ડેરી સ્કનર ગામમાં રહેતા ચા વેચતા જીતેન્દ્ર ભાટીની દીકરી સુદીક્ષા ભાટીએ ૐઝ્રન્ ફાઉન્ડેશનની સ્કૂલ વિદ્યાજ્ઞાનમાંથી અભ્યાસ કર્યો હતો. ૨૦૧૮ની સીબીએસઇ બોર્ડ ઇન્ટરમીડિએટ પરીક્ષામાં સુદીક્ષાએ ૯૮ ટકા મેળવ્યા હતા. પછી સુદીક્ષાને અમેરિકાના બોબસ કોલેજમાં આગળ અભ્યાસ માટે સ્કોલરશીપ મળી હતી.

Related posts

ભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ…

Charotar Sandesh

દિલ્હીમાં પોલીસે એન્કાઉન્ટર બાદ ૫ સંદિગ્ધ આતંકીઓને ઝડપી પાડ્યા…

Charotar Sandesh

અંતિમ વર્ષની પરીક્ષા લીધા વગર વિદ્યાર્થીઓને પાસ કરી શકાય નહી : સુપ્રીમ કોર્ટનો ચૂકાદો…

Charotar Sandesh