Charotar Sandesh
ઈન્ડિયા

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૪૨૪ કેસ નોંધાયા, ૧,૧૭૪ના મોત…

સંક્રમિતોનો આકંડો ૫૨,૧૪,૬૭૭ સુધી પહોંચ્યો, એક્ટિવ કેસ ૧૦,૧૭,૭૫૪

એક જ દિવસમાં ૮૭ હજારથી વધુ લોકો કોરોનાથી સ્વસ્થ થયા, મૃત્યુઆંક ૮૪૩૭૨એ પહોંચ્યો

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૨ લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૯૬,૪૨૪ નવા પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૧૧૭૪ કોરોના દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૫૨,૧૪,૬૭૭ પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૮૪,૩૭૨ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૦,૧૭,૭૫૪ પર પહોંચી ચૂકી છે.
જો કે રાહતની વાત છે કે, દેશમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસ કરતાં ચાર ગણી વધારે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૭,૭૭૮ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ અત્યાર સુધી કુલ ૪૧,૧૨,૫૫૨ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.
આંકડાઓ અનુસાર, માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ અત્યાર સુધી ૧૫,૯૩,૪૩૨ નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યાં છે. જ્યારે આ ૧૮ દિવસ દરમિયાન ૧૯,૯૦૩ લોકો મોતને ભેટ્યાં છે. ૨ સપ્ટેમ્બરથી દરરોજ ૧૦૦૦થી વધુ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.
ભારતમાં કોરોના રિકવરી રેટ ૭૮.૮૬ ટકા છે, જ્યારે મૃત્યુદર ૧.૬૧ ટકા અને પોઝિટિવિટી રેટ ૯.૫૭ ટકા પર છે. જ્યારે એક્ટિવ દર્દીઓની ટકાવારી ૧૯.૫૧ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૦૬,૬૧૫ ટેસ્ટ કરવામાં આવ્યા. આમ અત્યાર સુધી કુલ ૬,૧૫,૭૨,૩૪૩ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.

Related posts

અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વધુ રોકડ નાંખવાની જરૂર : ગડકરી

Charotar Sandesh

અંતરિક્ષમાં વધતો ટ્રાફિક, બે સેટેલાઈટ વચ્ચે ટક્કર થતા સ્હેજમાં રહી ગઈ…

Charotar Sandesh

મહારાષ્ટ્રમા રાષ્ટ્રપતિ શાસન બાબતે રાજ્યપાલે ઉતાવળ કરી : અશોક ગહલોત

Charotar Sandesh