Charotar Sandesh
ઈન્ડિયા

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૮ હજારથી વધુ કેસઃ કુલ આંકડો ૮૧ લાખની નજીક…

કુલ મૃત્યુઆંક ૧.૨૧ લાખ, રિક્વરી રેટ ૯૧.૧૫ ટકાએ પહોંચ્યો…

ન્યુ દિલ્હી : ભારતમાં પૂર ઝડપે ફેલાતા કોરોના વાયરસનું સંક્રમણ કાબુમાં આવતું જોવા મળી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ૪૮૬૪૮ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૮૦,૮૮,૮૫૧ સુધી પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૭૩૮૬ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૭૩૭૩૩૭૫ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૫૯૪૩૮૬ સુધી પહોંચ્યો છે.
મહીનાઓ પછી છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૫૬૩ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૧૨૧૦૯૦ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૯૧.૧૫ ટકા સુધી પહોંચ્યો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૪૪૫૧૭૦૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૧૧૭૩૮૦૯ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૦૦૪૬૦૫૨ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૩૨૩૧૮૪૬ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

Related posts

જે કામ ઔરંગઝેબ ન કરી શક્્યો તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છેઃ સંજય નિરૂપમ

Charotar Sandesh

જાણો, PM મોદીએ શા માટે કહેવું પડ્યું કે, હજુ હું ચૂંટણી જીત્યો નથી

Charotar Sandesh

સરકારને ‘સુપ્રિમ’ની રાહત : એસસી/એસટી સંશોધિત એક્ટને આપી મંજૂરી…

Charotar Sandesh