Charotar Sandesh
ઈન્ડિયા

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯,૧૨૧ કેસ, અત્યાર સુધીમાં ૮૭ લાખ લોકોએ મુકાવી રસી…

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૯,૧૨૧ કેસ નોંધાયા…

રીકવરી દર હવે વધીને ૯૭.૩૧ ટકા થયો છે…

ન્યુ દિલ્હી : છેલ્લા બે અઠવાડિયાથી દેશમાં દરરોજ કોરોનાના ૧૫,૦૦૦ થી ઓછા કેસ નોધાઇ રહ્યા છે. આ સિવાય મોતનો આંકડો પણ છેલ્લા દોઢ મહિનામાં ઘટીને ૨૦૦ થી નીચે આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૯,૧૨૧ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે ૮૧ લોકોનાં મોત થયાં હતાં. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં ૮૭ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓને બીજી રસી મળવાનું શરૂ થયું છે.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં કોરોનાના સકારાત્મક કેસની સંખ્યા ૧,૦૯,૨૫,૭૧૦ પર પહોંચી ગઈ છે. તેમાંથી ૦૧,૫૫,૮૧૩ લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા એક લાખ ૩૬,૮૭૨ છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા એક કરોડ ૬,૩૩,૨૫ છે. અત્યાર સુધીમાં ૮૭,૨૦,૮૨૨ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.
દેશમાં કોરોના રીકવરી દર હવે વધીને ૯૭.૩૧ ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુ દર ઘટીને ૧.૪૩ ટકા થઈ ગયો છે. કુલ ૩૧ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૦૦૦થી ઓછા સક્રિય કેસ છે. તે જ સમયે, કુલ સક્રિય કિસ્સાઓમાં ૭૯.૬૯ ટકા પાંચ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય વિધિ બાદ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્‌ઘાટન કર્યું હતું

Charotar Sandesh

૨૦૧૯ને બાય બાય કરવા અને ૨૦૨૦ના વર્ષને વધાવવા સર્વત્ર થનગનાટ : રાત્રે વિશ્વ જશ્નમાં ડુબશે…

Charotar Sandesh

જીએસટીનું ઓક્ટોબર કલેક્શન ૧.૩૦ લાખ કરોડ

Charotar Sandesh