Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જનતા કર્ફ્યું : આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે ઘંટનાદ કરી કર્મીઓની કામગીરીનું અભિવાદન કર્યું…

આણંદ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીના સંખ્યાબંધ પગલાઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે.

કોરોના વાઈરસના રોગચાળાને અટકાવવા જોડાયેલા આરોગ્યના, પોલિસ તંત્ર, વહીવટી તંત્ર, મીડિયા કર્મી તેમજ અન્ય કર્મીઓની સરાહનિય કામગીરીનું આણંદ લોકસભાના સાસંદ શ્રી મિતેષભાઇ પટેલે ઘંટનાદ કરીને અભિવાદન કર્યું હતું.

શ્રી મિતેષભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૨ માર્ચે સ્વયંભૂ રીતે સવારના ૭ થી રાત્રીના ૯ વાગ્યા સુધી પોતાના ઘરમાં રહેવા અનુરોધ કર્યો હતો તેને ચરોતરવાસીઓએ જનસમર્થન આપી પોતાના ઘરમાં રહીને સ્વયંભૂ બંધ પાળ્યું હતું તેમ જણાવ્યું હતું.

Related posts

દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું થયું ફરજીયાત…

Charotar Sandesh

આણંદ : કન્ટેનરમાં આવશ્યક ચીજવસ્તુઓના પોસ્ટર લગાવી યુપી જતા ૧૦૫ મજુરો ઝડપાયા…

Charotar Sandesh

ઐતિહાસિક કદમ : ભગવાનશ્રી સ્વામિનારાયણના વચનામૃતનો તેલગુભાષામાં અનુવાદનો આરંભ

Charotar Sandesh