Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી-પર્યુષણ-ગણેશ મહોત્સવ-મહોરમના તહેવારોની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો…

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર- જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા ધાર્મિક સ્થાનો અને પુજાના સ્થળો સંબંધમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ SOP ને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા હુકમથી જરૂરી સુચનાઓ બહાર પાડેલ છે.

આગામી તા.૧૨/૦૮/૨૦૨૦ નારોજ જન્માષ્ટમી, તા.૧૫/૦૮/૨૦૨૦ થી તા.૨૧/૦૮/૨૦૨૦ દરમિયાન પર્યુષણ, તા.૨૧/૦૮/૨૦૨૦ થીતા.૨૪/૦૮/૨૦૨૦ દરમિયાન તરણેતરનો મેળો, તા.૨૨/૦૮/૨૦૨૦ થી તા.૦૧/૦૯/૨૦૨૦ દરમિયાન ગણેશ મહોત્સવ, તા.૨૮/૦૮/૨૦૨૦ થી તા.૨૯/૦૯/૨૦૨૦ દરમિયાન રામાપીરનો મેળો, તા.૨૭/૦૮/૨૦૨૦ થી તા.૦૨/૦૯/૨૦૨૦ દરમિયાન ભાદરવી પુનમનો મેળો, તા.૨૯/૦૮/૨૦૨૦ થી તા.૩૦/૦૮/૨૦૨૦ દરમિયાન મહોરમના તહેવારની ઉજવણી થનાર હોઇ રાજયમાં હાલની કોરોના મહામારીની સ્થિતિ લક્ષમાં લેતા આગામી ધાર્મિક તહેવારો દરમિયાન ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા કે સરઘસ જેવી પ્રવૃત્તિઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા રહેલ છે.

જેથી જાહેર આરોગ્યની જાળવણી અર્થે જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદશ્રી આર.જી.ગોહિલે  ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ ૩૦ તથા ૩૪ હેઠળ આણંદ જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારો દરમિયાન ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ,પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રાઈ સરઘસ જેવી પ્રવૃત્તિઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા રહેલ હોઇ જેથી જાહેર આરોગ્યની જાળવણી તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અર્થે ઉપરોક્ત તમામ ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી કરવા પર અન્ય હુકમ ન થાય ત્યા સુધી પ્રતિબંધ ફરમાવેલ છે.આ જાહેરનામું સમ્રગ આણંદ જિલ્લામાં લાગુ પડશે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિવિરૂધ્ધ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાનો ભંગ કરના ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવના તમામ  અધિકારીશ્રીઓની નિમણૂક કરવામા આવી છે.

Related posts

સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે આણંદ ખાતે પ્રગતિ ઓવરશીસનું ઉદ્‌ઘાટન કરાયું

Charotar Sandesh

આણંદ : કરમસદ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓની હડતાળ…

Charotar Sandesh

આજે જિલ્લામાં બે પોઝીટીવ કેસ નોંધાયા : અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ ૯૩ પોઝીટીવ કેસ…

Charotar Sandesh